________________
૩૯૩
૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31
એ રીતે ટીકા-ટિપ્પણ કરવાં હોય તો કહી દેવું જોઈએ કે ‘એમને અમે માનતા * નથી.’ જે આચાર્યોનાં વચનોનો આધાર લઈ પેઢી ચલાવવી, પોતાની આબરૂ નભાવવી, પોતાનું શાસન ટકાવવું, જેમના નામ વિના પોતાનું સમર્થન કરવાની તો તાકાત નથી અને એમનાં નામ મૂક્યા પછી વચ્ચે કહેવું કે, ‘એ બીજે નભે’ એનો અર્થ શો ?
393
મહાપુરુષના નામનો દુરુપયોગ
:
આચાર્ય ભગવાન્ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજનું નામ મૂકે અને એ તારકનું ‘પક્ષપાતો ન વીરે, ન દ્વેષ: પિનાવિવુ ।' આ અધૂરું વાકય મોખરે મૂકી પછી પોતાનું ફાવતું લખે એ કૅમ ચાલે ? એક જ શ્લોકનું પૂર્વાર્ધ લેવું તો ઉત્તરાર્ધ પડતું કેમ મુકાય ? અને એ પૂર્વાર્ધનો ભાવ વધારે કોણ સમજે ? આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વધારે સમજે કે આજના આ લખનારા વધારે સમજે ? મથાળે પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાનું નામ લખી, મંદિર તથા મૂર્તિનાં યથેચ્છ ટીકાટિપ્પણ કરવાં, એ શું એ ૫૨મ ઉપકારીઓના નામનો દુરુપયોગ નથી ?
કહે છે કે; ‘અમે આમને (પૂ. હરિભદ્રસૂરિજીને) માનીએ છીએ પણ એ મહર્ષિ જેને જેને માને છે, તેને તેઓ માને છે કે નહિ ? ત્યાં ચોખ્ખી ના, એ શું એમની મશ્કરી નથી ? એમના નામનો દુરુપયોગ નથી ? આ તો એવું થયું કે, બાપની મિલકતનો વારસો લેવો છે અને લેણદારને પાઈ પણ આપવી નથી. બાપનું લેણું લેવું અને દેવું ન દેવું એ કેમ ચાલે ? એ વારસ કહેવાય ? નહિ જ; પણ આજના વિરોધીઓ તો એવી જાતના વારસદાર થવા માંગે છે ! એ અજ્ઞાન ઉચ્છંખલો કદાગ્રહના યોગે જ્ઞાનીના આશયને નથી વળગતા અને પોતાના આશયમાં જ્ઞાનીનું નામ જોડવાની નાદાનિયત કરે છે. શ્રી જિનેશ્વરદેવનાં મંદિર, મૂર્તિ અને એની વિવિધ પ્રકારની સેવામાં જે હેતુ છે તે ખાઈ જાય છે અને કાંઈ બીજું જ કહે છે. શું કહે છે ? ‘વિતરાગને આ હોય ?' અરે ભાગ્યશાળી ! તારા કરતાં વિતરાગનું સ્વરૂપ આ મહર્ષિઓ સારી રીતે જાણતા હતા; શ્રી જિનેશ્વરદેવ વિતરાગ હતા, એમ કહેનારા પણ આ મહર્ષિઓ જ છે ને ? વિતરાગની મૂર્તિ ઉત્તમ દ્રવ્યોની શા માટે ?
શાસ્ત્રમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ બધી જાતની બનાવવાની કહી છે. સોના, હીરા, માણેક, પન્ના, પોખરાજ, રત્ન, ઉત્તમ પાષાણ, ઉત્તમ માટી, એમ દરેક ઉત્તમ પદાર્થોની મૂર્તિ બનાવવાનું કહ્યું છે. કાષ્ટની જ કે પાષાણની જ