SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ 397 – ૩૧ : સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ - 31 – ૩૯૭ ખોટ સહે; બાળક લાખ બે લાખ ગુમાવે એ સહન કરે, પણ એના પાપને સહન ન કરે. બાળક ભૂખ્યો રહે એનું એવું દુઃખ ન થાય, પણ પૂજા કરવા કે ઉપાશ્રય ન જાય તો બહુ દુઃખ થાય; આજે બધું ઊલટું છે, ત્યાં વાત શી ! સમકિતીની આ દશા હોય? પીઠિકા બાંધવી છે અને મેરૂપર્વત ઊભો કરવો છે, તે કોના પર કરાય ? શ્રીસંઘની ઇચ્છા તો જુદી હોય. આખો સંઘ શ્રી જિનેશ્વરદેવના મોક્ષમાર્ગ માટે તલપાપડ હોય. સંતાનને મોક્ષમાર્ગ મોકલવા ઉત્સુક હોય; એ શ્રીસંઘ, કોઈ મોક્ષમાર્ગે જાય એની આડે આવે ? એને માટે મુદત અને ટાઇમ બાંધે ? એ બધું બતાવે છે કે એવાઓનું સમ્યગ્દર્શન સડી ગયું છે; અને જેનું સમ્યગ્દર્શન સડી ગયું હોય એને સંઘ માને, એનું પણ સમ્યગદર્શન સડી ગયું છે. એટલે કે, એ પણ સડી ગયેલા છે સભાઃ અરે, સડી ગયું શું?- સળગી ગયું છે ? એ બોલું તો વળી ભારે પડે ! આજે બે સ્નેહી ભેગા થાય તો હોટલ, ચાહપાણી, નાટકચેટક, સિનેમાની વાત કરે છે, પણ સામાયિક કરવાની, તત્ત્વગોષ્ઠિ કરવાની, સ્વપરના આત્માની ચિંતા કરવાની પ્રવૃત્તિ કેટલા કરે છે ? આ તો ભાવતાલ પૂછે, છોકરાં-છૈયાનું પૂછે, બહુ તો શરીરનું પૂછે, પણ આત્માનું કોઈ ન પૂછે; આ દશા છે ! મંદિરના ટ્રસ્ટીઓ પણ ભેગા થાય તો મંદિરની આવકની વાત પૂછે !! પણ વ્યવસ્થાની, વિધિ વગેરેની, સગવડ અગવડની, ખામીની, ત્રુટિની વાત ન પૂછે; આ દશા છે !!! જૈનશાસનનાં • ખાતાં એટલે સામાન્ય વસ્તુના વેપાર છે કે ઝવેરાતના ? જ્યાં દરેક વાત તોળી તોળીને કરવાની હોય, જ્યાં અખંડ દયા સાચવવાની હોય, ત્યાં બધી પોલ કેમ ચાલે ? ત્યાં તો આંખમાં તેજ જોઈએ, ઇંદ્રિયોની સાવધતા જોઈએ, ત્યાં 'ગોટાળા-પંચક ન જ ચાલે. અજ્ઞાનીઓના વિરોધ સામે પહાડ જેવા બનો: સભાઃ આપ જેવા પચાસ-સો સાધુ જોઈએ. એ ઠીક છે ! મારી વાત દૂર રાખો, પણ શ્રી જૈનશાસનનો ઉદય સાચા મુનિઓ ઉપર જ છે, પાઘડીના રસિયા પર નથી; પાઘડીવાળા તો એવા દુનિયાદારીના વાતાવરણમાં વીંટાયેલા છે કે કરવા ધારે તોયે ન કરી શકે, એટલે એમને ચેતવવા શાસનના સાચા સેવક એટલે શાસનના જ બની ગયેલા એવા મુનિવરોની ઘણી જરૂર છે. હવે દુનિયા તરફથી દૃષ્ટિને ફેરવો. જિંદગી થોડી રહી
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy