________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
સફેદ કેમ ન થાય એ પુછાય, પણ સફેદ કેમ થયું એમ ન પુછાય !
આ સઘળા ઉપરથી એમ સમજો કે, વૈરાગ્ય થવો અને મુનિપણું લેવું એ તો આત્માના સ્વભાવને અનુરૂપ છે અને પાઘડી આદિ તો વિરૂપ છે. તમે ગૃહસ્થ કેમ રહ્યા છો એ હું પૂછું, પણ તમે મને શું પૂછો ? મુનિ ગૃહસ્થને શું કહે ? ખાવાપીવાની કે સ્ત્રી સાથે બેસવાની છૂટની વાતો કરે ? નહિ જ, અને કદાચ એવું કહે તો ધર્મી ગૃહસ્થો જ તેવું કહેનારને કહી દે કે, તમારામાં મુનિપણું નથી અને હોય તો તમે અમને આમ ન કહો પણ અમારું આ બધું છૂટે તેમ કહો.
૪૪૪
444
અલંકારિક ભાષામાં કહીએ કે, લગડી પણ સોનીને પોતાને ટીપવાનું કહે છે અને કહે છે કે, ‘કોઈ સારા માણસને માથે, ગળે, હાથે કે અંગે મને પહેરાવવું હોય તો ટીપ, ટિપાય તેટલું ટીપ.' તો પછી કલ્યાણના અર્થી એવા તમે ટિપાવવાની ના કેમ પાડો છો ? લોઢાનાં પણ હથિયાર બન્યાં, તે પણ ટિપાયા પછી જ ને ? અને સોનાના અલંકાર થાય તે પણ ટિપાઈને જ ને ? રત્નાદિ પણ સીધાં ગળામાં ન પહેરાય. દોરીમાં નખાય ત્યારે જ પહેરાય, પણ તેની પોટલી ન પહેરાય; તો તમે જેવા છો તેવા જ રહેવા કેમ માંગો છો ? જો કે, ધર્મી ગણાતા ગૃહસ્થો ‘આ કહેવું ખોટું છે' એમ નથી કહેતા, પણ તેમાંના કેટલાક દૂર રહીને એમ તો કહે છે કે, ‘મહારાજ બહુ ઊંચી વાતો કરે છે.’ પણ હું તો કહું છું કે, આમાં ઊંચું છે શું ? આ તો સહેલામાં સહેલું છે, કારણ કે, આ તો હજી પાંચમા તથા ચોથા ગુણસ્થાનકની વાતો ચાલે છે. આવી વાતો પણ કઠિન લાગવાનું કારણ એ છે કે, મારે તેમને અહીં લાવવા છે અને તેઓને પેલી ત૨ફ જવું છે ! અને એનો જ આ રગડો છે!
કેટલાક અજ્ઞાની તો કહે છે કે, ‘મહારાજ અમારા વહેપા૨-રોજગારની વાત નથી કરતા, પણ બધું છોડવાની અને ખાવાપીવાનું પણ ઓછું કરવાની વાત કરે છે.’ આમ એ લોકો તરફથી બોલાય છે, એનું પણ એ જ કારણ છે કે, મારે તેઓને અહીં લાવવા છે, અને તેઓને અહીં આવવું જ નથી ! ખરેખર, એની જ આ બધી પંચાત છે.
મારી આગળ તમારાથી ‘ઘેર જવું છે’ એમ કહેવાતું નથી અને અહીં આવવાનું બનાવવું નથી, એવી વિલક્ષણ દશા તમારી છે ! પણ એ દશાથી બચવા માટે નિશ્ચય કરો કે, ‘સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ આત્માના ગુણો છે, અને તે સિવાય બાકીના તમામ સંયોગો બહારના છે અને એ બહારના સંયોગોથી લેપાયેલા આત્માઓ કદી જ સુખી નથી થયા અને થવાનાયે નથી, એ સૈદ્ધાંતિક વચન છે.' ખરેખર, જેટલો બાહ્યપદાર્થોનો સંયોગ