________________
૨૪૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
- 20“હે ભગવાન ! તારા શાસનની શોભા કોઈથી પણ પરાભવ પામે તેવી નથી; કારણ કે, ઇતરદર્શનોના જેવો વિપ્લવ તારા શાસનમાં થયો નથી.”
એવા અનુપમ શાસનની સામે વિપ્લવ કરવા ઊભા થયેલા વિપ્લવવાદીઓની પ્રવૃત્તિનો, શક્તિ હોવા છતાં પ્રતિકાર ન કરતાં, ઉપેક્ષા ધારણ કરી પોતાની જાતે જ વિરાધક ન બનો ! મૌન કેમ જ રહેવાય !
વિપ્લવ ઊભો કરનાર વર્ગ તરફથી, તમે સાંભળી ગયા તેવું લખાય, એમાં કશું જ આશ્ચર્ય નથી; કારણ કે, એ વર્ગમાં એવા પણ માણસો છે કે, જે ભગવાન શ્રી મહાવીરદેવને પણ સર્વજ્ઞ તરીકે નથી સ્વીકારતા અને કહે છે કે, કેવળજ્ઞાન થવાનું હોય તો પણ હજી હવે થાય, કેમ કે વિજ્ઞાનવાદ તો હવે વધ્યો છે.” ઇંદ્રાદિક દેવો તરફથી થતી શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ પણ તેઓને. ખટકે છે. શ્રી તીર્થંકરદેવોનાં પાંચે કલ્યાણકો,ઇંદ્રાદિક દેવો ઊજવે છે અને શ્રી' જિનેશ્વરદેવની દાઢાઓ પણ ઇંદ્ર મહારાજાઓ પૂજે છે, એ વાતથી તો એ પાપાત્માઓને કંઈ કંઈ થઈ જાય છે અને એથી ચિડાઈ જઈને એક પંડિત નામધારીએ તો ત્યાં સુધી લખી પણ નાંખ્યું હતું કે –
“આંધળા શાસ્ત્રકારોને મહાવીરનાં હાડકાંને પણ દેવલોકમાં મોકલવાનું મન થયું છે !”
સભાઃ શું આવું લખાયું છે ? પુસ્તક પણ છપાઈ ગયું છે અને એનું ખંડન પણ થઈ ગયું છે!
(આ પંડિતે લખેલ પુસ્તકનું નામ ‘તમસ્તરણ' છે અને તેના ખંડન માટે લખાયેલા પુસ્તકનું નામ “સત્યનું સમર્થન છે.)
સભાઃ સમવસરણ વગેરેની વાતને પણ નથી માનતા ?
નથી જ માનતા. એ તો આગમ લખનારાને માખી પર માખી કરનારા કહે છે, અને વધુમાં “એકે લખ્યું તે બધાએ લખ્યું, નવું તો કોઈને આવડ્યું જ નહિ.” એમ લખીને ચરમ કેવલી ભગવાન શ્રી જંબૂસ્વામીજી પછીના પૂજનીય આચાર્ય વગેરે બધાને મૂર્ખશિરોમણી કહ્યા છે. આવું બધું વ્યક્તિના નામે લખાઈ ગયું છે અને અત્યારે એક ટોળીના નામે પણ લખાઈ રહ્યું છે, માટે હવે કોઈ એક વ્યક્તિ કરે છે એમ ન માનો. १. "न विप्लवोऽयं तव शासनेऽभूदहो । अधृष्या तव शासनश्रीः ।।१६।।
- અયોગ્ય વ્યવચ્છેદ દ્વાત્રિશિકા