________________
219 - - ૨૦ : ત્યારે મૌન કેમ રહેવાય? - 20 - – ૨૩૯ ન સમજાય, તો તેના શિષ્ય થવાની પ્રતિજ્ઞા કરી હતી. એટલા તેઓ પોતાના જ્ઞાનમાં વિશ્વાસુ હતા. એવા પણ તેઓએ આ દર્શન પામ્યા બાદ, પોતાના પૂરેપૂરા અનુભવ પછી જાહેરમાં એકરાર કરતાં કહ્યું છે કે - “જો જિનાગમ ન હોત, તો અમારું શું થાત ?'
“આવાં શાસ્ત્રો માટે ભસ્મીભૂત કરવાની વાત સુધીનાં લખાણો અપાય અને છપાય” એ કાંઈ સામાન્ય વાત છે ? આ સ્થિતિ છેલ્લા બે દશકાની ઉપેક્ષાવૃત્તિને જ આભારી છે. આજે આ પચ્ચીસમી પત્રિકા છે. જેમ જેમ ક્રમસર વાંચો, તેમ તેમ માલૂમ પડશે કે, લખાણ ક્યાં સુધી ગયું છે ! “આ લોકો ચૂપ છે” એમ જોઈને જ તેઓ ક્રમશઃ આગળ વધતા ગયા છે અને પરિણામે આજે આ બધું જ ઝેર બહાર આવી ગયું છે. વધતાં વધતાં આ પચ્ચીસમી પત્રિકામાં જે બધું બહાર નીકળ્યું છે તે જોયા પછી હવે ચૂપ ન રહેવાય.
પાપાત્માઓ યથેચ્છ રીતે સત્ય વસ્તુઓને ઉથલાવી ધર્મના નાશ માટે તનતોડ પ્રયત્ન આરંભે, તે સમયે શક્તિ હોવા છતાં અસત્યના ઉમૂલન સાથે સત્યના સ્પષ્ટીકરણનો પ્રયત્ન ન કરતાં ચૂપ રહેવું, એ ભયંર પાપ છે. આ ભયંકર પાપથી બચી જવા માટે દરેકે દરેક શક્તિસંપન્ન શાસનરાગીએ, એ અસત્યના ઉન્મેલન સાથે સત્યને સ્પષ્ટ કરવાના પ્રયત્નો કરી જ છૂટવું જોઈએ. તે વખતે શાંતિનો ડોળ કરી “ર્વિચારમાં ને વિચારમાં લલ્લુભાઈએ ભરૂચ ખોયું આ લોકોક્તિને ચરિતાર્થ ન જ કરવી જોઈએ. આ પત્રિકાનો લખનાર પોતાને ‘ક્રોતિ'ના ઉપનામથી ઓળખાવે છે. * સભા પણ આ તો વિપ્લવના અર્થમાં જાય છે. : બરાબર છે. યોગ્ય પરિવર્તનના અર્થમાં તો આપણે પણ ક્રાંતિમાં સંમત છીએ. અયોગ્ય પ્રવૃત્તિને ઉથલાવનારું અને શાસ્ત્રને બંધબેસતું પરિવર્તન કરવામાં હરકત જ નથી; પણ આ “ક્રાંતિની વાતો તે કોટિમાં નથી. આ તો શાસનરક્ષા માટે નથી, પણ શાસનના નાશ માટે જ છે. એ કારણે વિપ્લવ રૂ૫ છે. કલિકાસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા, પરમાત્મા શ્રી મહારાવીદેવની સ્તુતિ કરતાં ફરમાવે છે કે -
१. कत्थ अम्हारिसा जीवा, दूसमादोसदूसिया । . Ire #ાં હતા, નફર તિ નિVIII
TI૮૭T
- સંબંધ પ્રકરણ, સુગુરુ અધિકાર.