________________
241
– ૨૦ : ત્યારે મૌન કેમ રહેવાય? - 20
-
૨૪૧
સભાઃ વ્યવસ્થિત કાર્યક્રમ છે.
અને તે ચાલુ છે. ઉપેક્ષાને કારણે જ એ કાર્યક્રમ આટલે સુધી વધ્યો છે. વીસ વરસની ઉપેક્ષાનું પરિણામ એટલે સુધી આવ્યું છે. હવે ચૂપ રહ્યા તો દિવસે-દિવસે આ ઉશ્રુંખલોની નાશકારક વિપ્લવની પ્રવૃત્તિ વધતી જ જવાની.
સભાઃ એ લોકો લખે છે કે, અમારી પત્રિકાની સમાજ પર અસર થઈ છે.”
થાય જ ! એક જ દિશાનો પવન ફૂંકાય અને આ બાજુ ચૂપ જ રહેવાય, તો પરિણામ એ જ આવે. કહે છે કે, સાધુએ બોલવું નહિ પણ શાંતિ રાખવી; અને આજના ગૃહસ્થો પણ કહી દે કે, “પેઢીમાંથી ફુરસદ નથી, આદમી એક ને કામ અનેક છે.” કહો ! આ દશામાં શું થાય ?
ખરેખર, આવી સમતાની અને કામની ખોટી વાતો કરનારા વસ્તુતઃ ધર્મને પામ્યા જ નથી. ધર્મને પામેલા આત્માઓ નાશકારક વિપ્લવોનો વિનાશ કરવામાં પાછી પાની કરે જ નહિ. જેઓ આવા વિપ્લવ સમયે પણ શાંતિની વાતો કરે છે, તેઓ ચેતનવંતી શાંતિના પૂજારી નથી. પણ મડદાની શાંતિના પૂજારી છે અને જેઓ વગર વિચાર્યું માત્ર પોતાના માનપાનની રક્ષા માટે જ, શાસનની રક્ષા
ખાતર તનતોડ યત્ન કરતા પુણ્યપુરુષોને ઉતારી પાડવા માટે “ઉતાવળિયા” વગેરે * કહી દેવાની મૂર્ખાઈ કરે છે, તેઓ “પામેલા શાસનને હારી જાય છે.” એમ કહેવામાં એક લેશ પણ અતિશયોક્તિ થતી હોય એમ લાગતું નથી.
અનેક વિરોધીઓની સામે પ્રાણની પણ પરવા કર્યા વિના આજીવન શાસનસેવામાં રક્ત રહેનારા ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ –
ધન્ય ધન્ય શાસનમંડન મુનિવરા” - આ પ્રમાણે કહીને મુનિવરોને શાસનના મંડન તરીકે ઓળખાવ્યા છે. શાસનમંડન મુનિવરો, સાચી શાંતિના પૂજારી હોવા છતાં પણ એવા વિપ્લવ સમયે તે વિપ્લવનાં ઉમૂલનપૂર્વક શાસ્ત્રીય સત્યનું સમર્થન કરવામાં કેમ જ પાછી પાની કરે? શાસ્ત્રના તત્ત્વને કહે તે ગુરુ, નહિ કે ગોપવે તે ! તો પછી આવા સમયે મૌન કેમ જ રહેવાય? એકેએક શાસનરસિક આત્માની આજે એ ફરજ છે કે, ઉશૃંખલ આત્માઓ તરફથી જગાવવામાં આવેલા નાશક વિપ્લવને શમાવી દેવા માટે ઘટતું કરી છૂટવું જોઈએ. ૧. શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂપ ૩૫૦ ગાથાના સ્તવનની ૧૫મી ઢાળની ગાથા-૧.