________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
કહે છે કે ‘જેમ જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવત્વ સાબિત કર્યું, તેમ અખતરાથી દરેક વાત સાબિત કરો !' હું કહું છું કે ‘આ શાસનમાં એવા અખતરાઓની તો મના છે, કારણ કે-શાસનની જે માટે સ્થાપના થઈ છે, તે હેતુનું જ તેમાં ખૂન થાય છે. દરેક હેતુગમ્ય વાત પ્રમાણથી, યુક્તિથી, સિદ્ધાંતથી સમજાવીએ, છતાં ન સમજે તો કહીએ કે - ‘અનંતજ્ઞાનીઓનું આ કથન છે.’ તે છતાંય જો ન માને તો કહેવું જ પડે કે -‘તારું જેવું ભાગ્ય,’
ન
૧૭૮
178
શ્રી જિનેશ્વરદેવોએ જીવોનું સ્વરૂપ અહિંસા પાળવા બતાવ્યું છે, પણ એની કતલ કરવા નથી બતાવ્યું. એક વાત સિદ્ધ કરવામાં હજારોની કતલ તો મૂર્ખાઓ જ કરે. જીવ છે કે નહિ, એને માટે પરદેશી રાજાએ એક મનુષ્યને પટારમાં પૂરી ગૂંગળાવીને મારી નાખ્યો હતો અને તે માણસના શરીરના ટુકડા કરીને જીવ છે કે નહિ ? એની તપાસ કરી હતી. આ બધી ક્રિયા આસ્તિકની કે નાસ્તિકની ? કહેવું જ પડે કે આસ્તિકની નહિ પણ નાસ્તિકની જ. વનસ્પતિમાં જીવ છે કે નહિ ? એ જાણવા માટે એને કાપવી, છૂંદવી, એ બ ધમાલ હોય ? શાસ્ત્રમાં એને અડવાની પણ મના છે; મહાવ્રતધારીથી તો અડાય પણ નહિ અને અણુવ્રતધારી પણ કંપતે હૈયે અડે, કામ જેટલું જ અડે અને ભવિષ્યમાં ક્યારેય અડવું ન પડે એમ ઇચ્છે. એના અખતરા ન હોય.
શાસ્ત્ર કહેલી વાત સમજવા, સમજાવવા, યુક્તિ-પ્રમાણ માગવાની અને આપવાની છૂટ છે, પણ હિંસક અખતરાની છૂટ નથી. કેવળજ્ઞાનીની કહેલી વાત, કેવળ હિંસક અખતરાથી જ માનનારને આ શાસન મનાવવા નથી માગતું. નારકી વગેરે અહીં પ્રત્યક્ષ બતાવો એમ કહે, તો ક્યાંથી બતાવાય ? જે અખતરા જ માગે તેને સમજાવાય નહિ. શાસ્ત્ર એવાને સમજાવવાની ના પાડી. પોતાને કેવળજ્ઞાન નથી તો કેવળજ્ઞાનને પામેલા શ્રી જિનેશ્વ૨દેવોએ કહેલી વાત ૫૨ નિર્ભર રહેવું જ જોઈએ. કેવળજ્ઞાન-સંપૂર્ણ જ્ઞાન વિના બધું પ્રત્યક્ષ કરવા માંગે, એ જ પરમ નાસ્તિકતા છે. વ્યવહારમાં પણ એકેએક વાતને જો તે પ્રત્યક્ષ હોય તો જ માને, તો ઘરબાર પણ ન ચાલે, ટપાલ, તાર, કાગળ એ બધું પ્રત્યક્ષ છે ? દીકરો વિલાયતમાં મરી જાય, તાર આવે કે મરી ગયો, તો માને કે નહિ ? હા, તો શું એ પ્રત્યક્ષ છે ? નહિ, છતાં પણ ત્યાં તો કહે કે - ‘સંબંધીએ તાર કર્યો,’ પણ તા૨માં સંબંધી પણ ક્યાં પ્રત્યક્ષ છે ? એ તો પટાવાળો આપી ગયો છે. તોયે કહે કે ‘સંબંધીનું નામ છે.’ હૂંડી અને ચેકથી નાણાં અપાય છે ને ? ત્યાં પ્રત્યક્ષની વાત નહિ અને અહીં બધું જ પ્રત્યક્ષ જોઈએ એમ ? એવા આગ્રહીઓને શાસ્ત્ર ૫૨મ નાસ્તિક કહે છે અને ભવભીરુ આત્માઓએ તેવાથી દૂર જ રહેવા જેવું છે.