________________
૩૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 36, સમજાવે તો સમજવું પણ નહિ, એવાઓ પોતાને સંઘ તરીકે જાહેર કરી યથેચ્છ બોલે કે જાહેર કરે, એવા સંઘત્વહીન સંઘની કિંમત પણ શી ? આજે એવાઓ કહે છે કે-“અમારી આજ્ઞા ન માને તે સાધુ નહિ.” હું તો કહું છું કે-કોઈને પણ એવાના સાધુ થવાનો સમય કોઈ ભવમાં ન આવશો. ગુરુ, શિષ્યના થવાય પણ કુશિષ્યના નહિ. હોળીના રાજા થવામાં માલ પણ શા ? વાહનમાં ગધેડે બેસવું પડે, છત્રને બદલે સૂપડું ધરાય, ચામરને બદલે સાવરણી વીંઝાય, તિલક કાજળનું થાય, ગુલાલને બદલે ધૂળ ઊડે, ફૂટેલો ઢોલ વાગતો હોય, આવા રાજા બનવા કરતાં રાજા ન બનવું શું ખોટું ? રાજા બનવા માટે માણસ મટી પશુ જેવા ઓછા જ બનાય ?
સભા: ગુરુ તો પાષાણને પણ પલાળે ને ?
જેમાં થોડી પણ યોગ્યતા રહેલી હોય તેને, પણ મગશીળિયા પાષાણને નહિ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ કહે છે કે યોગ્યને ધર્મ દેવાય પણ અયોગ્યને નહિ.” ભગવાન શ્રી તીર્થંકરદેવ પણ અભવ્ય તથા દુર્ભવ્ય આદિને ન સુધારી શકે. શિખરની ટોચ પર પુષ્કરાવ મેઘ વરસે તોયે એ ન ભીંજાય. જ્યાં પાણી જ ટકે નહિ ત્યાં અંકુરો કોણ ફોડી શકે ? અયોગ્યને યોગ્ય બનાવવાનું જો કારખાનું હોત, તો પરમ ઉપકારી શ્રી તીર્થંકરદેવો અભવ્યને ભવ્ય ન બનાવત ? એવા મહાપુરુષો થયા છે કે-ધાર્યું કામ આપે, પણ ક્યાં ? યોગ્યતા હોય ત્યાં ! હઠીલા જમાલિને ખુદ ભગવાન પણ સુધારી ન શક્યા.
“ગોષ્ઠામાહિલ' નામના નિર્ટ્સવને સમજાવવા શ્રી ફલ્યુરક્ષિત આચાર્યે એક એક આચાર્યને ભેગા કર્યા, સંપૂર્ણ સંઘને એકઠો કર્યો, બધાએ એને સમજાવ્યો પણ ન માન્યું. એકે એક આચાર્યે એને કહ્યું કે “તું ખોટો છે અને ફલ્લુરક્ષિત આચાર્ય સાચા છે.-તોયે એ માનવાની ના પાડે છે અને કહે છે કેતીર્થકર કહે તો માનું.”
શ્રીસંઘ દેવીને આરાધે છે અને દેવી આવે છે, દેવીને શ્રી સીમંધરસ્વામીની પાસે મોકલે છે, દેવી જાય છે ત્યારે એને વિઘ્ન ન થાય માટે શ્રીસંઘ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભો રહે છે.
દેવી પણ આવીને કહે છે કે-ભગવાન શ્રી સીમંધરસ્વામી કહે છે કેફલ્લુરક્ષિત સાથે સમસ્ત સંઘ સાચો છે અને ગોષ્ઠામાહિલ ખોટો છે.”
તોયે ગોષ્ઠામાહિલે ન માન્યું અને કહ્યું કે-“દેવી જુઠ્ઠી છે; એ જાય શી રીતે ?'