SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 35 - ૩ : આજ્ઞાપ્રધાન સંઘ – 3 – ૩૫ વિજય કરવો અને મનદંડ, વચનદંડ તથા કાયાદંડ-આ ત્રણ દંડથી વિરતિ કરવી,-આ સત્તર પ્રકારનો સંયમ છે.” પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ,-એ પાંચ આશ્રવનાં મુખ્ય દ્વાર છે, કે જેના દ્વારા કર્મનું આગમન થાય છે. કર્મ આવવાનાં મોટામાં મોટાં દ્વાર એ પાંચ છે. એ પાંચનું વિરમણ કરનારને જરા પણ આંચ ન આવે. એ પાંચથી પાછા હઠવું, એટલે પાંચ મહાવ્રતોના પૂજારી બનવું. એ મહાવ્રતોમાં સ્થિર રહેવા માટે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. ઇંદ્રિયોના નિગ્રહને અભેદ્ય બનાવવા માટે ક્રોધ, માન, માયા, લોભરૂપ ચાર કષાયોનો વિજય કરવો અને કષાયો પોતાના રૂપમાં ફાવી ન જાય, તે માટે ત્રણ યોગોને પ્રભુના માર્ગની સેવામાં સમર્પિત કરી દેવા. આ સત્તર પ્રકારના સંયમમાં રક્ત એવા શ્રીસંઘને કોણ ન પૂજે ? સત્તર પ્રકારના સંયમધરની ઉપાસના તો જે ગમાર હોય તે જ ન કરે. બાર પ્રકારનો તપ? ૧-અનશન, ૨-ઉનોદરી, ૩-વૃત્તિનો સંક્ષેપ, ૪-રસોનો ત્યાગ, પ-કાયફલેશ અને ૬-અંગોપાંગાદિનો સંકોચ, આ પ્રમાણે છ પ્રકારનો બાહ્ય તપ જ્ઞાની પુરુષોએ કહ્યો છે.” * “૧-પ્રાયશ્ચિત્ત, ર-ધ્યાન, ૩-વૈયાવચ્ચ, ૪-વિનય, પ-કાયોત્સર્ગ અને ક-સ્વાધ્યાય-આ છ પ્રકારનો આત્યંતર તપ છે.” - સંઘવહીન સંઘની કિંમત પણ શી ? " - શ્રીસંઘ તરીકેની આજ્ઞા મનાવવા ઇચ્છનારાઓને પૂછો કે-આમાંનું 'તમારામાં કાંઈ છે ? સમ્યકત્વ, સંયમ કે તપ વિગેરેને સમજવું નહિ, આચરવું નહિ અને મોક્ષની સાધનામાં પરમ સાધનરૂપ સમ્યકત્વ આદિ ઉપર પ્રેમ પણ નહિ તેથી તેના સ્વરૂપને સમજવાની ગરજ સરખી પણ નહિ, છતાં સંઘ તરીકેની ગણનામાં આવવું એ કેમ બની શકે ? સારું પોતે જાણવું નહિ અને કોઈ ૧. “મનનમૂનોરતા, વૃઃ સંક્ષેપ સત્યા' ! कायक्लेशा संलीनतेति, बाह्यं तपः प्रोक्तम् ।।१।। - શ્રી નંદિસૂત્ર શ્લોક-૫ ટીકાન્તર્ગત ૨. “ પ્રશ્વત્તાને, વૈયાવૃવિનયવિદ્યોત્સ: 1. સ્વાધ્યાય તિ તપ, ઉદ્ધવારમાખ્યત્તર મવતિ પારા” - શ્રી નંદિસૂત્ર શ્લોક-૫ ટીકાન્તર્ગત
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy