________________
17 – – ૩ : આજ્ઞાપ્રધાન સંઘ - 3 -
એ વખતે આખા શ્રીસંઘે એમને સંઘ બહાર મૂકી દીધા. જ્યાં યોગ્યતાનો અણુ ન હોય ત્યાં શું થાય ? સંસર્ગવશાત્ કિંવા અશુભોદયવશાત્ આવેલી અયોગ્યતાને કાઢવા પ્રયત્ન જરૂર થાય. સલાહ પણ દેવાય અને હાથ પણ ફેરવાય; સમજતો હોય તો બધું કરાય પણ સમજે નહિ અને “ઊહું ઊહું” કરે તો ? જેનામાં પરિવર્તિત થવાની લાયકાત નથી તે અયોગ્ય. તેવાના નાયક બનવાની જરૂર પણ શી ? શ્રમણપણામાં જ સમાવેશ
મુનિત્વમાં જ શ્રીસંઘનો સમાવેશ થઈ જાય છે. શ્રમણત્વહીન એ સંઘ નહિ ! આથી સ્પષ્ટ છે કે-શ્રીસંઘમાં કાં તો શ્રમણ હોય અગર શ્રમણની આજ્ઞા હોય. એ વિના માત્ર મોઢાની વાતો કામ ન લાગે. શ્રમણ હોય તો ઠીક, નહિ તો તે પુણ્યપુરુષની સલાહથી આજ્ઞાને અનુસરતું જે કાર્ય થાય, તે કાર્ય શ્રીસંઘે કર્યું કહેવાય. સાધુઓની સહી જ જોઈએ એમ નહિ, પણ સાધુઓને સંમત તો હોવું જ જોઈએ. વ્યવહારુ કામોમાં-જ્ઞાતિનાં કામોમાં સાધુઓનું કામ નથી, પરંતુ ત્યાં પણ જૈન સમુદાય આગમને બાધા આવે એવી ક્રિયા તો ન જ કરે, ભલે આગમને અનુસરતી ક્રિયા ન બને, પણ ઊલટી તો ન જ બનવી જોઈએ. જગતનો પણ વ્યવહાર છે કે-પ્રજા ગમે તે કરે પણ રાજ્યના કાયદાથી અવળું તો નહિ જ. જૈન સમુદાય એકત્રિત થઈને એવો ઠરાવ કરે ખરો કેકંદમૂલાદિનું કે દ્વિદલાદિનું ભક્ષણ કરવામાં કશી જ હરકત નથી-અને જમણ આદિ રાત્રિના સમયે ખુશીથી કરી શકાશે ?” કદી જ નહિ ! એવી જાતના ઠરાવો કરનારા તો પોતાને જૈન તરીકે કહેવરાવી પણ નથી શકતા. વ્યવહારુ કામોમાં સાધુઓનું કામ જ નથી. તે કામોમાં માત્ર તમે આગમ-વિરુદ્ધ કરતા હો તો તમને સમજાવીને રોકે, તે સિવાયની તેમાં સાધુઓ તમને બીજી કોઈ પણ જાતની મદદ ન આપે. - શ્રીસંઘનાં સ્વરૂપવર્ણનમાં સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રઆ ત્રણ સિવાય બીજું કશું જ નથી. અને હોય પણ શું ? જે હોવું જ જોઈએ તે જ હોય, એમાં વિકલ્પ શો ? સૂત્રકાર મહારાજે શ્રીસંઘનાં રૂપકોને એવાં સુંદર ગોઠવ્યાં છે કે તેનું વર્ણન સાંભળીને આનંદ જ આવે. નગરની ઉપમા આપી ત્યાં કિલ્લા તરીકે અખંડ ચારિત્રને મૂક્યું અને ચક્રની ઉપમામાં તુમ્બા તરીકે સંયમને મૂક્યું. પાંચે આશ્રવોનું વિરમણ, એ પાંચ મહાવ્રતો છે. ચક્રની ઉપમામાં જ્યારે ઇંદ્રિયોનો જય વિગેરે ઉત્તર ગુણમાં આવે, ત્યારે નગરની ઉપમામાં મકાનોને ઉત્તર ગુણોનું રૂપક આપ્યું છે. નગરની ઉપમામાં શ્રતરત્નને લક્ષ્મીનું