SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 ૨૯૫ આ રીતે વસ્તુ માત્રનું સ્પષ્ટ રીતે નિરૂપણ કરનાર શાસનને પામીને પણ, મન:કલ્પિત ક્રાંતિની વાતો કરવી, એ નરી મૂર્ખાઈ જ છે. જો તેઓ એમ કહેતા હોય કે, ‘અમે કહીએ છીએ તે ક્રાંતિ મનઃકલ્પિત નથી, તો એ ‘સુધારક’ નામધારીઓને પૂછો કે, ‘તમે શું કરવા માંગો છો ?' જૈનો ભેગા થઈને કેવા ઠરાવો કરે ? 295 ‘મીટિંગો ભરાવાની છે અને ગામેગામના જૈનો ભેગા થવાના છે’ એવી વાતો ચલાવનારાઓને પૂછે કે, તે શા માટે ભેગા થવાના છે ? સભા કોન્ફરન્સ થવાની છે. એટલા માટે જ કહું છું કે, તમે પૂછો કે, એ શા માટે થવાની છે ? કોન્ફરન્સના નામે જેઓ ભેગાં થાય, તેઓને ‘તમે જૈન ખરા કે નહિ ?' એમ તમે પૂછી શકો છો. જૈન કોન્ફરન્સમાં એકત્રિત થનારા એટલે જૈન તો ખરા ને ? એનું નામ, આખું નામ, ‘શ્રી જૈનશ્વેતાંબર (મૂર્તિપૂજક) કોન્ફરન્સ.’ એટલે તેમાં આવનારાઓ, શ્રી જિનેશ્વરદેવને માને કે ન માને ? શ્રી જિનેશ્વરદેવનાં આગમોને માને કે ન માને ? શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમંદિરને માને કે ન માને ? દાન, શીલ, તપ, ભાવ તથા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સચારિત્રને માને કે ન માને ? શ્રાવકપણાને તથા સાધુપણાને માને કે ન માને ? આ બધી વાતોને જેઓ માને, તેઓ જ ‘શ્રી જૈન શ્વેતામ્બર (મૂર્તિપૂજક) કોન્ફરન્સ'માં ભાગ લઈ શકે, એ વાતમાં કશો જ વિવાદ નથી. શ્રી જિનેશ્વરદેવના આવા અનુયાયીઓ ભેગા થઈને પ્રભુની આજ્ઞાને અનુસરવાના જ ઠરાવ કરે. જો અનુસરવાની શક્તિ ન હોય, તો ‘વિરુદ્ધ વર્તાવ તો ન જ કરીએ' એવા ઠરાવ કરે. સભા એ લોકો તો કહે છે અમને અનુકૂળ ઠરાવ કરીએ. એટલે ? સ્પષ્ટ કહોને ! વિષયવાસના વધતી હોય, રોકી ન શકાતી હોય, તો પારકા ઘરમાં જવાની પણ છૂટ, એમ ? સભા અંતે ધ્યેય એ જ છે. ગવર્નમેન્ટ પણ ના કહે છે કે, એમ વર્ત્યા તો સિપાઈ પકડી જશે, કેદમાં જવું પડશે અને છ-બાર મહિના મજૂરી કરવી પડશે. દુર્ભાગ્યના યોગે કોઈક માણસની વિષયવાસના તેજ થાય; તેંને તે રોકી શકે તેમ ન હોય અને સામગ્રી પણ મળતી ન હોય, તેને જૈનશાસ્ત્ર તો કહે છે કે, ‘વિચાર કર ! અશુભોદયથી પાપવાસના જાગે છે, અને અશુભોદયથી સામગ્રી
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy