________________
501 – ૩૮ઃ જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૫૦૧ બેદરકાર બને તો પછી બાળક માંદું પડે, ચિકિત્સકને લાવવો પડે, જુલાબ દેવા પડે, એટલું છતાં બાળક બચે તો ભાગ્ય, નહિ તો મરણ પણ થઈ જાય !
આ સાંભળીને આજે કુદી રહેલા જુવાનીઆને તમે કહેજો કે, ‘માટી ખાતાં તમને રોકવામાં તમારી માએ તમારી સલાહ લીધી હોત, સલાહ માટે થોભી હોત, અંગારા પાસે જતાં રોકવામાં તમારી માતાએ તમારી સલાહની દરકાર કરી હોત, તો તમે આજે આ રીતે તો જીવતા ન જ હોત, માટે સમજો કે, શ્રી જિનેશ્વરદેવનું શાસન મા જેવું, બાપ જેવું, ભાઈ જેવું, કાકા જેવું, અને મામા જેવું છે, અને જેટલી સારી ઉપમાઓ છે, તે બધી તેને લાગુ પડે તેમ છે. બાળદીક્ષા અને જૈનશાસન! સભાઃ “સાધુ-સંસ્થામાં પહેલાં જેવું તેજ નથી માટે એ મોટાને સુધારી શકતા
નથી અને બાળકોને ભોળવે છે આવું એ લોકો કહે છે, આવો આક્ષેપ
કરે છે.” પોતામાં નીકળવાની લાયકાત નથી એમ એ નથી કહેતા ! પોતાની નાલાયકાતને એ નથી કબૂલતા અને સાધુઓમાં તેજ નથી એમ કહે છે ? આમ કહીને એ લોકો કહે છે કે, “તેજહીન સાધુઓએ બાળદીક્ષાનો ફતવો ઊભો કર્યો છે ?
એમ બોલનારાઓને પૂછો કે, “શ્રી મહાવીર ભગવાનના સમયે પણ બાળદીક્ષા હતી કે નહિ? અને તમને ખબર છે કે, બાળદીક્ષા એ જૈનશાસનની
સાથે જ જન્મેલી છે અને સાથે જ રહેવાની છે, એટલે કે, જેનશાસનની . હયાતીમાં તેની હયાતી છે જ ! કારણ કે, જે આત્માઓ વિષય-કષાયથી ખરડાયા નથી, એ આત્મામાં શાસ્ત્ર વધુ યોગ્યતા માને છે !”
દુનિયાની સ્કૂલોમાં, એકડિયા વગેરે ભણતા બાળકની ઉંમર કેટલી ! મુખ્યતયા છે, સાત, આઠ કે એથી વધારે ? મોટાને નથી ભણાવી શકતા માટે નાનાને ભણાવવા ભેળા કરાય છે, એમ ત્યાં ખરું ? નાનપણમાં ત્યાં મુકાય છે, એનું કારણ મોટો થયા પછી ભણાવી નહિ શકાય એ માટે કે ભણી નહિ શકે એ માટે ? મોટો થયાની રાહ જોયા વિના, સમજણ આવ્યાની પણ રાહ જોયા વિના, ઇચ્છા વિના, પકડીને બળાત્કારે સ્કૂલમાં શા માટે બેસાડાય છે ? અત્યારથી બેસાડવાથી જે ભણી શકે તેવું પછી નહિ ભણી શકે એ જ માટે ને ?
સભાઃ ત્યાં કહે છે કે, જો જાણવું જ છે તો જેટલો વખત જાય તેટલો નકામો.
માટે જ નાનાને રખડતો ન રખાય. નાની વયનો ભણનાર થોડા વખતમાં ઘણું લઈ શકે ને !