________________
13 –- ૧૮: મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય !.18 – ૨૧૩ પરમપુનિત શાસ્ત્રોને “ફતવાશાસ્ત્રનું ઉપનામ આપી તેને બાળી નાખવા જેવી કનિષ્ટમાં કનિષ્ટ વાતો કરે છે ! પોતાની જાતને જૈન કહેવનારાઓ શાસ્ત્રોને બાળી નાખવા જેવી વાતો કરે, એ કેવી ભયંકરતા છે !!!
જે શાસ્ત્રોની રક્ષા માટે જેનોએ લોહીનું પાણી કર્યું, પૂજ્ય આચાર્યદેવોએ આખી જિંદગી સમર્પ, ભયંકર તકલીફો વેઠી અને પુણ્યવાનોએ સર્વસ્વના ભોગે પણ જેની રક્ષા કરી, તે શાસ્ત્રોને સળગાવી મૂકવાનું કહેનારાઓ પોતાને જેને કહેવરાવવાની પણ લાયકાત ધરાવી શકતા નથી અને એ ખરી જ વાત છે કે તેઓ પોતાની જાતને પોતાની જ પ્રવૃત્તિના યોગે શ્રીસંઘમાંથી બાતલ કરે છે. એવા તદ્દન વિવેકહીન અને ઉચ્છંખલ આત્માઓ માટે શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલા શ્રીસંઘમાં એક ક્ષણભર માટે પણ સ્થાન હોઈ શકતું નથી. પરમ ઉપકારી મહર્ષિ દેવોને “અંગારા” અને “ઇંદ્રજાળિયા' કહેનારા, શાસ્ત્રોને ફતવાનો ઇલ્કાબ આપનારા અને એ શાસ્ત્રોને ભસ્મીભૂત કરી દેવાની વાતો કરનારા, ખરેખર દયાપાત્ર આત્મા છે, કેમ કે તે બિચારાઓ પોતાનાં પાપોને છુપાવવા માટે, સત્તાહીન હોવાને લઈને તંદુલીયા મત્સ્યની માફક નિરર્થક પાપકર્મ બાંધીને પોતાનું જ ભવભ્રમણ વધારે છે. ગપ્પાં માર્યું કાંઈ જ વળે તેમ નથી:
જેમ વિના કારણ શક્તિહીન તંદુલીયો મત્સ્ય, કંઈ પણ ધાર્યું નહિ કરી શકવા છતાં, કેવલ દુર્બાનના યોગે નરકગતિને ઉપાર્જે છે, તેમ આજે પોતાની કમનસીબીના યોગે જેઓની ઘરમાં કે બજારમાં એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી, તેઓ ઉન્મત્ત આત્માઓની માફક, ધર્મ અને ધર્મસાધનો માટે, માત્ર જેમ તેમ બગડીને નિરર્થક આ અમૂલ્ય માનવજીવનની બરબાદી કરે છે અને ભવિષ્ય માટે ભયંકર દુર્ગતિની ખરીદી કરે છે. જો તેમાં થોડું પણ સત્ત્વ હોય, અગર પોતાની ચળવળમાં તેઓ થોડા ઘણા પણ સાચા હોય, તો શા માટે રીતસર અપાતી ચેલેન્જોનો તેઓ સહર્ષ સ્વીકાર નથી કરી શકતા ? સત્યવક્તાઓને શાણાઓની સભામાં સત્યનો સ્ફોટ કરવામાં ગભરામણ થાય જ કેમ ? શા માટે સભ્યતાપૂર્વક સામે ઊભા રહેવામાં અને આગમ તેમજ આગમાનુસારી યુક્તિઓના અવલંબનથી ધર્મચર્ચા કરવામાં પીછેહઠ બતાવાય છે ?
ખરી વાત એ છે કે – સુધારક તરીકે બહાર આવનારાઓ સુધારાના નામે સત્યનો, સત્યપ્રરૂપક શાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી ઉપદેશક નિઃસ્પૃહ મુનિવરોનો સંહાર કરવા ઇચ્છે છે.
જો આ વાત સત્ય ન જ હોય તો, છૂપી રીતે પરમ ઉપકારી મહર્ષિઓને