________________
૨૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 12. કરનારા જે પરતીર્થિકો તે જ ગ્રહો છે અને તેઓની એક એક દુર્નયના સ્વીકારથી સ્કુરાયમાન થતી જે પ્રભા, તેનો આ શ્રીસંઘરૂપ સૂર્ય, અનન્ત નયોથી વ્યાપ્ત જે જિનપ્રવચન, તેનાથી ઉત્પન્ન થયેલ જે વિશિષ્ટ જ્ઞાનરૂપ સૂર્ય, તેના પ્રભાસમૂહથી નાશ કરનાર છે.”
આથી સ્પષ્ટ થાય છે કે સઘળા પરતીર્થિકો એક એક દુર્નયના જ ઉપાસકો છે અને આ શ્રી જિનેશ્વરદેવે સ્થાપન કરેલો શ્રીસંઘ તો અનંત નયોથી પંરિમંડિત શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનનો જ ઉપાસક છે. આ જ કારણે શ્રીસંઘ, સૂર્યની ઉપમાને પામી શકે છે અને તેના પ્રભાસમૂહ સમક્ષ એક પણ પરતીર્થિકરૂપ ગ્રહની માત્ર એક દુર્નયના સ્વીકારથી ચમકી રહેલી પ્રભા, એક પણ ક્ષણ ટકી શકતી નથી. જે અનંતનમય પ્રવચનની સામે ઇતર દર્શનકારોનાં દર્શનો ટકી શકતાં નથી, તેની સામે આજના વિતંડાવાદીઓના પ્રલાપો કેમ જ ટકી શકે ?
આ અનંતનમય પ્રવચનના મર્મને તે જ પામી શકે છે કે જે સર્વપ્રધાન શ્રી, જિનપ્રવચનની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પી દે છે. શ્રી જિનેશ્વરદેવોથી પ્રરૂપાયેલ અને ભગવાન શ્રી ગણધરદેવોથી ગુંથાયેલ અનંતનમય પ્રવચનની સામે મન:કલ્પિત ચેડાં કાઢનારા, એ અનંતનમય પ્રવચનના રહસ્યથી સદાને માટે વંચિત જ રહે છે. આજના સ્વચ્છંદી જમાનવાદીઓની ચાંચ, શ્રી જિનેશ્વરદેવના આ અનંતનમય પ્રવચનમાં ખૂંચે તેમ નથી. નિરર્થક પોતાનું જ ભવભ્રમણ વધારે છે '
આ જ કારણે એકાંત ઉપકારની જ ભાવનાવાળા અનંતજ્ઞાની મહર્ષિઓએ, સંસારના ત્રિવિધ તાપથી તપી રહેલા અને અર્થકામની આસક્તિમાં સબડી રહેલા આત્માઓ માટે એ આગમો નહિ વાંચવાની વિધિ બાંધી છે. “તારનારી વસ્તુ પણ ડુબાડનારી ન બને' - આ જ એક ઉપકારદૃષ્ટિથી યોગ્યતા તથા અધિકાર વિનાના આત્માઓને માટે આગમો નહિ વાંચવાની બાંધેલી વિધિ પણ આજના ઉચ્છંખલ જમાનાવાદીઓને ભારે પડી ગઈ છે અને એથી ઊકળી ઊઠીને પરમ ઉપકારી પરમર્ષિઓ ઉપર પણ તેઓ ભયંકર આક્ષેપો કરવા મંડી પડ્યા છે અને પોતાની જાતનો પણ વિચાર કર્યા વિના બેફામ લખે જાય છે. એ જોતાં એમ જ થાય છે કે – “અધમ આત્માઓ ઉપર કરેલો ઉપકાર પણ અપકારને માટે જ થાય છે.'
આજના તે અધમ આત્માઓ કલ્યાણની દૃષ્ટિએ હિતકર એવા શાસ્ત્રને ફતવાશાસ્ત્ર કહે છે; અને આગળ વધીને એનું વિધાન કરનારા મહાપુરુષોને અંગારા” અને “ઇંદ્રજાળીઆ' કહે છે!અને એક કલ્યાણના જ માર્ગને દર્શાવનાર