________________
૪૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
418 અગ્નિ મૂકે; વળી વચ્ચે કંપે એટલે “જિનેશ્વર તો માન્ય' એમ લખે, બાકી વાસ્તવિક રીતે તો એ લોકો શ્રી જિનેશ્વરદેવને કે સાધુને માનતા જ નથી, એ નક્કી વાત છે. જરા પણ નથી માનતા; પણ સમજે છે કે, જૈન સમાજમાં જીવવું હોય તો “માનીએ છીએ એવું દેખાડ્યા વિના છૂટકો જ નથી, કારણ કે, એ બધાંને માનવાની ના પાડે તો એમને ઊભું પણ કોણ રહેવા દે? જૈન સમાજમાં સ્થાન ટકાવવા માટે હૈયામાં ન હોવા છતાં પણ હોઠે તો લાવવું પડે ! એ સમજે છે કે, એ વિના ચાલે એમ નથી જ ! પણ ભદ્રિક આત્માઓ એ લોકની જાળને, સમજતા નથી.
તમે પૂછો છો કે, “બધા જ સાધુઓ કેમ બોલતા નથી ?' એનું સમાધાન એ છે કે, કેટલાકને તો આ લોકોના સ્વરૂપની જ ખબર નથી. એમનું હૈયું તો એમ : કહે છે કે, “આવું બોલે તે સાધુ નહિ અને શ્રાવક પણ નહિ.” પણ એ એમ માને અને કહે કે, “આવું ન બોલે.' એમને કહેવા જનારને પણ એ ખબર નથી કે, બોલનાર આવું બોલે છે.” કદી એને ખબર પડે તો ખુલ્લું થયા વિના બોલતાં પકડાઈએ તો શું થાય ? એ પણ ભય કેટલાકને રહે! જેવું માને છે એવું બોલે તો સમાજમાં રહી શકે, એવું તો વિરોધીઓ પોતે પણ નથી માનતા. આંગી કરવાથી વીતરાગતા નાશ પામે !
ભગવાનની આંગ અને મહોત્સવો દેખી, બળતરા તો થાય છે કે, હીરામાણેકના મુગટ શા ?” પણ એમ કદી ખુલ્લું નથી બોલતા, ગોઠવી ગોઠવીને જ બોલે છે. વીતરાગને આ ઘટતું નથી, એમ કહે છે. આ રીતે એ જાળ બિછાવે છે. સીધી ના નથી પાડતા. એ મુગટ વિતરાગના નથી, એ તારકને જરૂર છે માટે ચડાવ્યા નથી, એ મુગટ ઉપર શ્રી વીતરાગદેવે માલિકી પણ કરી નથી, પરંતુ અમે એ બધું એમના ચરણે ધર્યું છે. એ દેવ જો પોતાની માલિકી ધરાવે, તો એમની વીતરાગતા જાય. એ તારકને છબસ્થપણામાં સાધુ તરીકે વિચર્યા ત્યારે કોઈએ મુગટ ધરાવ્યા ? નહિ જ. એ દેવ પરમ ત્યાગી થયા, છતાં જે સાહ્યબી છદ્મસ્થપણામાં ન ભોગવી તે કેવળજ્ઞાન થયા પછી ભોગવે છે ને ? અસંખ્યાતા ઇંદ્રો સેવામાં હાજર હોય છે; છ ખંડના ચક્રવર્તીઓ મસ્તક ઝુકાવે છે; “તમે સુવર્ણકમળ ઉપર પગ મૂકો છો; તો ત્યાગી શાના ?” એમ કોઈએ કહ્યું ? એવું કહેનારા તો આજે પાક્યા. શ્રી જિનેશ્વરદેવની હયાતીમાં પણ જિનેશ્વરદેવની મૂર્તિ ઉપર અલંકારો ચડતા હતા, એ તો જાણો છો ને ? આજે જે ભક્તિ છે તેથી હજાર ગુણી ભક્તિ એ સાક્ષાત્ વિચરતા હતા, ત્યારે એ તારકની મૂર્તિની થતી હતી એ ખબર છે ને ?