________________
૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય - 33
દેવલોકમાં શાશ્વતી મૂર્તિ છે, એને અલંકારાદિ પહેરાવાય છે, દેવો પૂજે છે, એ જાણો છો કે નહિ ? ભગવાનના નિર્વાણ પછી એ તારકની દાઢાઓ ઇંદ્રો લઈ જાય છે અને દેવલોકમાં પૂછે છે, એ ખબર છે ને ? ‘એ હાડકાંને ન લઈ જશો, પૂજા ચેતનની હોય, જડની નહિ !' એમ કોઈ પણ જ્ઞાનીએ કહ્યું ?
419
૪૧૯
એ લોકો કહે છે કે, ‘આપણે હીરાના મુગટ ચડાવીએ તો ભગવાનની વીતરાગતા ઊડી જાય.' આ પ્રમાણે કહેનારને પૂછો કે, આપણે કોઈને નમીએ તો એને માન આવે; એટલે એની મુક્તિ અટકી જાય માટે મહાપુરુષોને નમવું એ પણ પાપ' - એમ માનવું ને ? ત્યાં તો પોતે માનેલાઓને તેઓ પણ નમે છે. છદ્મસ્થને નમે અને એને માન ન આવે એમ માને છે, તો શ્રી વીતરાગદેવને મુગટ તથા અલંકાર ચડાવવાથી વીતરાગતાનો નાશ કઈ રીતે થઈ જાય ?
સભાઃ એ લોકો કહે છે કે, હીરામાણેકના મુગટ વગેરે રાખવાથી નોકર, ભૈયા વગેરે રાખવા પડે છે.
વારુ. મૂર્તિ જ હીરાની હોય તો ? બીજું, ઘર આગળ લક્ષ્મી માટે નોકર રખાય કે નહિ ? નોકર રાખવાં પડે માટે લક્ષ્મીનો ત્યાગ કર્યો ? ના, તો સંસારમાં ફસાવનારી વસ્તુ માટે નોકર રાખવામાં હ૨કત નહિ અને સંસા૨થી તારક વસ્તુ માટે નોકર રાખવામાં વાંધો એમ ?
શ્રી ભરત મહારાજાએ અષ્ટાપદ ઉપર રત્નાદિકની મૂર્તિઓ ભરાવી, અનુપમ મંદિર બનાવ્યાં અને એમને એમ લાગ્યું કે, દુનિયાના આસક્ત જીવો આશાતના કરશે માટે તે ન થાય એવી વ્યવસ્થા કરી, પણ મૂર્તિઓ નહિ ભરાવવાનો કે મંદિર નહિ બંધાવવાનો વિચાર ન કર્યો.
સભા કહે છે કે, મંદિરનાં અભંગ દ્વાર હોય.
અભંગ દ્વારનો અર્થ એ નથી કે, બારણાં બંધ જ ન કરાય ! લૂંટારાઓથી એને બચાવાય પણ નહિ, એ અર્થ નથી. ચોર લૂંટારાઓ દાગીનાના જ ચો૨ હોય છે એવું નથી, પણ મૂર્તિઓના પણ ચોર હોય છે; માટે મૂર્તિ પણ ન જોઈએ એમ ? સાધુને પણ લૂંટનારા છે માટે સાધુ પણ ન જોઈએ એમ ? જો એમ, તો રાખવું શું ? કંચન અને કામિની, બે જ ને ! હું કહું છું કે, જો આ બે ન હોય તો એક પણ ગુનો ન થાય. તો એને જ તજો ને ! ત્યાં તો લૂંટારાની સામે થઈને પણ સાચવો છો ને ? એ રીતે ધર્મી રહેવું હોય તો આ બધો પ્રબંધ પણ કરવો જડે. પોલીસ, ભૈયા રાખીને પણ એનું રક્ષણ કરવું પડે.
જ