SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 49 ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 : ૪૯ ગણાય. જે સમયે ધર્મ ઘવાય તે સમયે શક્તિનો ઉપયોગ ન થાય તો ક્યારે થાય ? રૈયતના નાશ વખતે રાજા ઊંઘે એને રાજા કેમ મનાય ? શાસ્ત્ર ઉપર છીણી પડે ત્યારે શાસ્ત્રનો જ્ઞાતા મૂંગો રહે એ કેમ બને ? શાસ્ત્ર ઉપર આવતા ભયંકર આક્રમણ સમયે મૌન રહેનાર, પોતાને મધ્યસ્થની કોટિમાં ગણાવવા માગે, એ કોઈ પણ પ્રકારે સજ્જનથી ન માની શકાય એવી બાબત છે. શ્રી સંઘનું પ્રતિનિધિત્વ ધરાવનાર વ્યક્તિઓ કેવી હોય ? શ્રીસંઘનું સ્વરૂપ બતાવતાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ શ્રીસંઘને નગરની ઉપમા આપી. નગરમાં ભવન હોય, લક્ષ્મી હોય, શેરી હોય અને કિલ્લો હોય. ઉત્તરગુણ રૂપી ભવનોથી શ્રીસંઘ રૂપ નગર ખીચોખીચ ભરેલું હોય, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી એનો ભંડાર ભરપૂર હોય, તાજો હોય, શુદ્ધ સમ્યગ્દર્શનરૂપ શેરીઓ હોય અને અખંડ ચારિત્રરૂપ કિલ્લો એ નગરને ફરતો હોય. એ સંઘને સદા નમસ્કાર છે. આ સંઘ નગ૨માંથી ચારિત્રના ફુવારા ન ફૂટે ? એની શેરીમાંથી સમ્યગ્દર્શનની સેરો ન છૂટે ? ત્યાંનાં શ્રુતરત્નો મોક્ષમાર્ગનો પ્રકાશ ન કરે ? ઉત્તર ગુણરૂપી ભવનો પણ કલ્યાણકર જ હોય ! આ નગરથી સંયમીને ઉપદ્રવ કેમ હોય ? આવા નગ૨રૂપ શ્રીસંઘની પૂજ્યતાનો કોઈ પણ નિષેધ કેમ જ કરે ? આ પછી બીજી ઉપમા સૂત્રકાર મહર્ષિએ ચક્રની આપી. જગતમાં જેની જોડી નથી એવા શ્રીસંઘ રૂપ ચક્રમાં ‘તુંબ’ તરીકે સત્તર પ્રકારનું સંયમ, ‘આરા’ તરીકે બાર પ્રકારનું તપ અને ‘બાહ્ય પૃષ્ઠની ભૂમિ' તરીકે સમ્યગ્દર્શન ! આ ચક્ર સંસારનો ઉચ્છેદ કરવામાં કશી જ આનાકાની કરે ? સંસાર એટલે વિષય· કષાયની આધીનતા ! એનો ઉચ્છેદ શ્રી જિનેશ્વરદેવનો સંઘ ન કરે તો અન્ય કોનો સંઘ કરે ? આવા શ્રીસંઘને સૂત્રકાર મહર્ષિએ જેમ નમસ્કાર કરીને તેની સદાને માટે જય ઇચ્છી, તેમ આપણે પણ તે તારક શ્રીસંઘરૂપ ચક્રને નમસ્કાર કેરી, સદા માટે તેની જય ઇચ્છવી જ જોઈએ. આવા શ્રીસંઘના પ્રતિનિધિ બનનારાને મંદિરો ન ગમે ? પદ્માસને અને કાયોત્સર્ગ મુદ્રાએ રહેલી શ્રી જિનેશ્વરદેવની મૂર્તિઓ સંગ્રહસ્થાન રૂપ અને કળાવિહીન લાગે ? સંયમ અને સંયમધર પ્રત્યે અરુચિ હોય ? નહિ જ. શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો જેઓને ન ગમે, જેઓને પ૨મતા૨ક શ્રી જિનેશ્વરદેવની મૂર્તિઓ સંગ્રહસ્થાન રૂપ અને કળાવિહીન લાગે અને સંયમ તથા સંયમધર તરફ જેઓને અરુચિ થાય, તેઓ કોઈ પણ પ્રકારે શ્રીસંઘના પ્રતિનિધિ તરીકે પોતાની જાતને રાખી શકતા જ નથી.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy