________________
૧૬૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પરલોક માને ત્યારે એ પણ માનવું પડે કે-પરલોકનો આધાર આ લોકની કરણી ઉપર છે. જેને કોઈના પૈસા લાવીને પાછા દેવા જ હોય, તે તિજોરી તપાસ્યા વિના વેપાર કરે ? નહિ જ, તેમ પરલોકને માનનારાની, પાપથી પરલોકમાં દુર્ગતિ થાય છે એમ માનનારની, આ લોકમાં બેદરકારીવાળી પાપપ્રવૃત્તિ હોય જ કેમ ? આજે તો કેટલાક કહે છે કે -
.
160
“અમે મહાવીરને માનનારા છીએ; આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરેને ન માનીએ તેવા મૂર્ખ અમે નથી; માટે અમને નાસ્તિકનો ચાંદ ન હોય !”
ન
શ્રી જૈનશાસન પૂછે છે કે ઃ
“તમે આત્મા અને પરલોક આદિને માનો છો એની ખાતરી શી ? કેટલાક તાવ એવા છૂપા હોય છે, જે બહાર ન દેખાય પણ થર્મોમિટર અગર તેવા જ યંત્ર દ્વારા માલૂમ પડે; એ જ રીતે ‘આત્મા, પરલોક, પુણ્ય, પાપ' વગેરેને માનો છો, એની ખાતરી માટે એ માન્યતાને અનુસરતી ક્રિયાઓ તમારી પાસે ક્યાં . છે ? વળી-પરલોકની ક્રિયાઓને ગૌણ કરી કે તારક ક્રિયાઓના ભોગે આ લોકની ક્રિયાઓને પુષ્ટ કરવાની વાતો કરો છો તેનું શું ? આત્માના પરલોકને એકાંતે સુધારનારી અને અનંતજ્ઞાનીઓએ વિહિત કરેલી ક્રિયાઓના નાશ માટે તે તે ક્રિયાઓનું આચરણ કરનારાઓને ઉતારી પાડવાના ભગીરથ પ્રયત્નો ચાલુ રાખો છો, તેનું શું ? ઉદ્યાપન આદિ તા૨ક ક્રિયાઓમાં પુણ્યશાળી આત્માઓ તરફથી થતા લક્ષ્મીવ્યયને ધુમાડાની ઉપમા આપો છો, તે છતાં આસ્તિકમાં ગણાવાની વૃત્તિ દાખવો છો, એ કેમ નભે ? નાસ્તિકપણાનો ચાંદ ન જ ગમતો હોય, તો પરલોકસાધક ક્રિયાઓને આરાધો અને ન આરાધાય તો આરાધવાની અભિલાષાપૂર્વક આરાધકની અનુમોદના કરો અને એ ઉત્તમ ક્રિયાઓની ઉત્તમતા જોરશોરથી જાહેર કરો, એટલે આપોઆપ નાસ્તિકપણાનો ચાંદ ટળી જશે.’
બાહ્યાડંબરી પણ અંદરથી નાસ્તિક આત્માઓ અવસરે ઝળકી ઊઠ્યા વિના રહી જ નથી શકતા. ટીકાકાર મહર્ષિએ મૂંઝવણ વિના સમજી શકાય તેવું નાસ્તિકનું સ્વરૂપ દર્શાવ્યું છે, કે જેથી સામાન્ય આત્માઓ પણ પાપાત્માઓના પાશમાંથી ધારે તો બચી શકે. ટીકાકાર મહર્ષિના કથનથી સ્પષ્ટ થાય છે કે - જેઓને પરલોકની ક્રિયાઓ ગમતી નથી અને આ જમાનામાં પરલોકની ક્રિયાઓની જરૂર નથી, એમ જેઓ કહે છે તેઓ નાસ્તિક છે.’ નાસ્તિકના માથે કાંઈ શિંગડાં હોતાં નથી. જેમ સજ્જનના હાથમાં કમળ નથી હોતું અને દુર્જનના માથે શિંગડાં નથી હોતાં, પણ એમની વાત અને એમના વર્તાવથી જ તેઓ