________________
159 – ૧૪: આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? -14 – ૧૫૯ હુમુદહુદ્ધસિં' આ પદની ટીકા કરતાં લખે છે કે - • “અંગીકાર નહિ કરવાથી જેઓ પાસે પરલોકને સુધારવાની ક્રિયાઓ નથી તેઓ નાસ્તિકો છે અને તેઓ જ શ્રી જિનેશ્વરદેવના પ્રવચનરૂપ ચંદ્રમાનું ગ્રસન કરવાને તત્પર હોવાથી રાહુમુખા છે. પણ તેનાથી આ શ્રીસંઘરૂ૫ ચંદ્ર પરાભવ પામે તેવો નથી જ.”
ટીકાકાર-મહર્ષિના આ કથનથી દંભીઓના દંભના પડદા આપોઆપ ચિરાઈ જાય છે. જેઓ આજે પરલોકની ક્રિયાઓને ગૌણ બનાવી, આ લોકની ક્રિયાઓને મુખ્ય બનાવવાની ચળવળ કરી રહ્યા છે-તેઓ, તેઓના સાથીઓ, તેઓની પીઠ થાબડનારાઓ અને તેઓના નાયકો કઈ કોટિમાં છે, એ ટીકાકાર મહર્ષિના આ કથનની તદ્દન સ્પષ્ટ થઈ જાય છે.
જગતનાં પ્રાણીઓ ક્રિયા તો કરે છે જ; ખાવાની, પીવાની, પહેરવાઓઢવાની ક્રિયા તો ચાલુ જ છે. આત્મા છે, પુણ્ય છે, પાપ છે, પરલોક છેએમ મુખથી બધા કહે અને બધા પાછા દુનિયાની જ બધી ક્રિયાઓ કર્યા કરે અને ધર્મક્રિયાઓ કરે નહિ તથા ધર્માત્માઓ દ્વારા થતી ધર્મક્રિયાઓનો વિરોધ કર્યા કરે તો આસ્તિકતાની ઓળખાણ શી રીતે થાય ? - “આત્મા, પુણ્ય, પાપ અને પરલોક વગેરેને અમે નથી માનતા” એવું ખુલ્લંખુલ્લું કહેનારા તો સારા, કારણ કે એવાઓથી આસ્તિક જનતા નિર્ભય તે રહી શકે છે. એઓથી નિર્ભય રહેવાનું કારણ એ છે કે, તેઓ ખુલ્લા નાસ્તિક - હોવાથી, શ્રીસંઘરૂપ ચંદ્ર ઉપર સીધું કશું જ સ્થાન નથી. તેવા ખુલ્લા નાસ્તિકોનો શ્રીસંઘમાં પ્રવેશ નથી કે, જેથી તેઓની શ્રીસંઘમાં છાયા પડે; પણ જેઓ મુખથી “આત્મા, પરલોક, પુણ્ય અને પાપ વગેરેને માનીએ છીએ” – એમ એ કહે છે છતાં હૃદયથી નાસ્તિકો છે, તેઓની પિછાણ શી રીતે થઈ શકે ?
એવાઓની પરીક્ષા કઠિન છે. એટલા જ માટે ટીકાકાર મહર્ષિએ સાફ સાફ જણાવી દીધું કે - “જેઓ પાસે પરલોકને સુધારવાની ક્રિયાઓ નથી, તેઓને નાસ્તિક સમજવા.” આથી સ્પષ્ટ છે કે-જેઓ પરલોકની ક્રિયાના ભોગે આ લોકની ક્રિયાઓ કરવાનું માને છે અને ઉપદેશે છે, તેઓને પણ નાસ્તિક સમજવા. જેને પરલોકની ખાતરી થાય, તેની પ્રવૃત્તિ સ્વચ્છંદી ન હોય. જ્યારે
+ "न विद्यन्तेऽनभ्युपगमात् परलोकविषया क्रिया येषां ते अक्रिया-नास्तिकाः त एव जिनप्रवचनश' शाकग्रसनपरायणत्वाद्राहमुखमिवाक्रिया - राहमखं तेन दुष्प्रधुष्य - अनभिभवनीयः तस्यामन्त्रणे
દે શિવરાહુમુલ-કુપ્રથુથ ”