________________
439 – ૩૫ઃ જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૩૯ છે, આથી સ્પષ્ટ જ છે કે, બધી જ સાધનાનો આધાર શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર જ છે.
શ્રી જિનેશ્વરદેવ પોતે પોતાની ઇચ્છાથી કંઈ કહેતા નથી, કે જેથી તેઓને કશું જ ઉપજાવી કાઢવું પડે, એ આપણે બરાબર વિચારી ગયા છીએ; એટલે જાણી ગયા છીએ કે, શ્રી જૈનશાસનમાં એક પણ ચીજ ઉપજાવી કાઢેલી નથી, કારણ કે, એના મૂળ સ્થાપક ઇચ્છાપૂર્વક કશું કહેતા નથી અને એ જ કારણથી એ તારકના અનુયાયીઓ પણ પોતાની ઇચ્છાપૂર્વકનું કશું કહેતા નથી, પણ જે કહે છે કે, તે તારકોના કથનના આધારે જ કહે છે; એ જ કારણથી આ શાસનમાં ઉપજાવી કાઢેલું કશું જ નથી.
શ્રી જિનેશ્વરદેવ પોતે ઇચ્છાપૂર્વક કંઈ કહેતા કે કરતા નથી; કારણ કે, વીતરાગ થઈ કેવળજ્ઞાન પામ્યા પછી તેમને ઇચ્છા હોતી જ નથી અને તે તારકો દ્વારા તીર્થસ્થાપના પણ વીતરાગ થઈ કેવળજ્ઞાન પામ્યા પછી જ કરાય છે. વળી ઇચ્છા કે વિચાર તો અસર્વજ્ઞને જ કરવા પડે. આ વાજબી કે ગેરવાજબી એવા વિકલ્પો તો છદ્મસ્થને જ થાય; આથી પરમ વીતરાગ શ્રી તીર્થંકર પરમાત્માની ઇચ્છાપૂર્વકની કશી પ્રવૃત્તિ જ હોતી નથી અને એ તારકના અનુયાયીઓ પણ પોતાની ઇચ્છાથી કાંઈ કહેતા નથી; કારણ કે, એ તો એ તારકોની આજ્ઞા મુજબ જ કહેનારા હોય છે.
આ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે, શ્રી જિનેશ્વરદેવની ઇચ્છા લોપાઈ ગઈ છે અને એ તારકના અનુયાયીઓની ઇચ્છા એ તારકને આધીન હોય છે, એ જ કારણે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કશું જ બનાવટી હોઈ શકતું નથી અને એ જ હેતુથી શ્રી જૈનશાસનમાં અંતર અવાજનો નિષેધ છે. અંતરઅવાજ તો ગાંડાઓના શાસનમાં હોય છે પણ શ્રી સર્વજ્ઞના શાસનમાં નહિ. દુનિયામાં પણ માલિકની પેઢીમાં નોકરનો અંતરઅવાજ કામ નથી લાગતો. વાસ્તવિક રીતે અંતરઅવાજ તો સ્વચ્છંદી ટોળામાં જ કામ લાગે તેમ છે. વ્યવહારમાં પણ નોકરના અંતરઅવાજે કામ કરનારી પેઢી ભીખ માંગે, કારણ કે, પેઢીને પણ બજારના ભાવતાલ આદિ ઉપર જીવવાનું હોય છે.
સભાઃ ભગવાનને તો અંતરઅવાજ ખરો ને ?
ભગવાનને ભાવ અંતર જેવી ચીજ જ નથી. એ તારકને ભાવ મનથી કામ લેવાનું છે જ નહિ, કારણ કે, વિશ્વજ્ઞાન રૂપ ભગવાન પોતે જ છે. એ તારકને તો જે છે તે કહેવું છે અને એ તારકના અનુયાયીઓ માટે તો એ તારકની આજ્ઞા એ જ એક આલંબન છે, એટલે જ્યારે દુનિયામાં પણ અંતરઅવાજ કામ નથી