________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
શ્રી ઉપાધ્યાયજી મહારાજા તો ફ૨માવે છે કે, “સાધુઓ શાસ્ત્રચક્ષુથી જ જોનારા હોય.' આ બહારનાં ચક્ષુ તો ઇર્યાસમિતિ આદિમાં ઉપયોગી છે; તમારા ઘરની રોટલી પણ આ (શ્રુત આગમ)થી જોયા વિના લેવાની અમને મના છે. આ બાહ્ય ચક્ષુ તો કેવળ અક્ષર જોવા, વાંચવા, જીવો હણાય નહિ તે જોવા અને પ્રભુમૂર્તિ આદિનાં દર્શન કરવા માટે છે. બીજા બધા માટે તો શાસ્ત્ર એ જ ચક્ષુ છે.
૫૦૪
504
સર્વવિરતિ, દેશિવેતિ, સમ્યગ્દષ્ટિ, માર્ગાનુસારી, આસ્તિક, નાસ્તિક એ બધું જે કહેવાય તે આના જ આધારે ! અમે તો સનાતન કાળના નિયમ મુજબ શાસ્ત્રને આધારે તે તે વ્યાખ્યાઓ જનતા સમક્ષ કહીએ છીએ, અમારી પાર્લામેન્ટ આ. છેલ્લું ફરમાન અહીનું. એનું - શ્રુતનું ફરમાન કેવળજ્ઞાની . ભગવાન પણ કબૂલ રાખે, બોલતું જ્ઞાન તો શ્રુત છે. સ્વ-પર ઉપકારી આ જ્ઞાન છે. બાકીના ચારે જ્ઞાનમાં પારકો ઉપકાર ક૨વાની તાકાત નથી. શ્રુતના બળ વિના શ્રી તીર્થંકરદેવો પણ ઉપકાર કરી શકતા નથી. અમે બોલીએ છીએ તે છેલ્લા પાટલાનું નથી, પણ ચાલુ પાટપરંપરાનું છે; એમાં ફેરફાર નથી, એને સળગાવી મૂકવાની વાત એ છેલ્લો પાટલો છે.
પોતાનો બચાવ કરવા વળી પાછો એ મધ્યસ્થ કહે છે કે, ‘હું એમાં સંમત નથી.’ પણ એટલું કહીને પાછો એ મધ્યસ્થ કહે કે, ‘પણ સામો પક્ષ જો કહે કે, એમ ન થાય તો એ મનાય ? આ જમાનામાં સૌને પોતપોતાના વિચારો બહાર મૂકવાની છૂટ છે.’ વિચારો કે, આ મધ્યસ્થે પક્ષ કોનો કર્યો ? કંઈ હૃદય સમજાય છે ? હવે એનું પણ ધ્યેય સમજો. એ કહે છે કે, યુવકસંઘનું ઉતાવળિયાપણું થયું.’ એ મધ્યસ્થ એક બાજુ પોતે સંમત નથી એમ લખ્યા પછી, જ્યારે એમ લખે છે કે, ઉતાવળિયાપણું થયું, એનો અર્થ એ નીકળે છે કે, યુવકસંઘે લખેલું ખોટું તો નથી, છે તો સાચું પણ લખવામાં ઉતાવળ કરી. હમણાં નહિ પણ પછી લખવા જેવું હતું. સમયધર્મના નિયમ પ્રમાણે ઉતાવળિયાપણું કબૂલ કરે છે અને વળી બચાવ કરવા બહાર આવે છે. કંઈ પૉલિસી સમજાય છે ?
એ લોકોથી બ્રિટિશ પૉલિસીને પણ ખંડાય તેમ નથી, કેમ કે, ભૂલેચૂકે પણ એ લોકો એ પૉલિસીનો સ્વીકાર કરે છે. પોતે સંમત નથી. છતાં આગળ ધપ્યુ જવાની સલાહ એ મધ્યસ્થ આપે છે ! માટે હવે તમે ચુનંદા સૈનિકો બનો ! ચુનંદા એટલે દંડ વાપરનારા નહિ હોં ! ચુનંદા એટલે શાસ્ત્રની માન્યતામાં ૧. માધવ : શાસ્ત્રચક્ષુષ: જ્ઞાનસાર, - ૨૪મું અષ્ટક.