________________
505 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38- ૫૦૫ એકતાન ! શાસ્ત્રનું કવચ ધારણ કરનાર ! વાણી પર અંકુશ રાખનાર ! અને સત્ય પ્રકાશનમાં જરા પણ આંચકો નહિ ખાનાર !
ત્યાં તમારે કહેવું પડશે કે, ‘જૈનધર્મના નામથી એક પણ વાત કરે તે પહેલાં શાસ્ત્રથી પુરવાર કરો, પછી આગળ આવો, અને જો મરજી મુજબ કરતા હો તો ‘જૈનધર્મની વાત નથી કરતા' એમ કહી ઘો !' લિમિટેડ કંપની ધારાધોરણને વળગીને કામ કરે ને ? આ સંસ્થા પણ ધારાધોરણને તો વળગે ને ! એ લોકોને કહો કે, ‘સાધુ-સંસ્થાનું ઓજસ ઘટ્યું નથી, પણ ઘટ્યું છે તેવું તમે બતાવવા માંગો છો.’
બગાડો થાય તે પહેલાં જ સુધારો કરવો જોઈએ
એ લોકો કાળ પ્રમાણે બોલવાનું કહે છે. આગમ કહે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાનુસાર; પણ બોલવાનું તો આગમંનું જ ! અંકુશ તો આગમનો જ ! જ્યારે પેલાઓને નિરંકુશ બનવું છે. અમારી અને એમની વચ્ચે આ અંતર છે. દરેક કાળમાં એ કાયદો કે, જે આત્માઓને બચાવવાની જોખમદારી રહી છે, તેમને બગડ્યા પહેલાં જ સુધારવા પ્રયત્ન કરવો.
અમુક બગડેલાને તથા અમુક નહિ બગડેલાને સુધારવાનું મને કહેવામાં આવે તો પહેલી પંસંદગી હું નહિ બગડેલાની કરું; પછી બગડેલામાં પણ ઓછા બગડેલાને પહેલાં લ; બહુ બગડેલાને પણ સુધા૨વાની મને વૃત્તિ જરૂ૨, પણ ન બગડેલા વચમાં આવે એને પહેલાં જ લઉં, પછી ક્રમે વધવાના, બાળદીક્ષાને પ્રધાનપદનો હેતુ આ છે કે એ નહિ બગડેલા છે.
એવાને બગાડ્યા પછી સુધા૨વાની મૂર્ખાઈ કરવા અમે નથી માગતા. મોટા માણસો ડૉક્ટર પાસે જ રાખે છે. મુસાફરીમાંય સાથે, ડબામાંય સાથે, સૂતાં, બેસતાં, ઊંઘતાં, ઊઠતાં, ખાતાં, પીતાં સાથે ને સાથે. આ શા માટે ? શરી૨ બગડે નહિ માટે ને ! બગડ્યા પછી ડૉક્ટર કે પહેલાં પણ ખરો ? શક્તિ વગરના શરીર બગાડ્યા પછી ડૉક્ટર બોલાવે એ વાત જુદી, પણ શક્તિવાળા તો બગડ્યા પહેલાં, એને બગડવા જ ન દેવા માટે ડૉક્ટરને પાસે ને પાસે રાખે છે ને ! પોતાનું ખાવાનું પણ ડૉક્ટર જુએ અને ડૉક્ટર કહે તો એ ખાય, આટલો અંકુશ રાજા-મહારાજાઓ પણ રાખે છે. શાથી ? શ૨ી૨ને મારું માને છે માટે ! એને બગડવા ન દેવું એ માટે આ રીતે વર્તે છે.
શ્રી જૈનદર્શન આત્માને ન બગડવા દેવાની વાતો કરે છે. જૈનદર્શનને જાણના૨ શ૨ી૨ને પોતાનું નથી માનતો, આત્માને પોતાનો માને છે; હવે એ આત્મા પોતાના બચાવ માટે ડૉક્ટર પાસે રાખે એમાં બીજાને બળતરા થી ?