________________
૫૦૬
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 506 આત્મા ન બગડે એ પ્રકારના ડૉક્ટરો જીવતા જાગતા જોઈએ ને ! બગડેલાને સુધારવા પણ એ ડૉક્ટર કામ તો કરે, પણ નહિ બગડેલાને બચાવવાનું કામ એ ડૉક્ટરો કરે કે નહિ ? આવી રીતે એ ડૉક્ટરના પ્રયાસથી એક પણ આત્મા બગડ્યા પહેલાં જ સુધરી જાય તો જૈન સમાજ તો મહોત્સવ જ કરે; ડૉક્ટરે બગડતાં પહેલાં એક પણ આત્માને ઉપાડી બચાવી લીધો, આ સમાચારથી જૈનસમાજના હર્ષનો તો પાર ન રહે. બગડેલાને સુધારવાની ઔષધિ પણ છે, પણ કેટલાક બગડેલા એવા બેવકૂફ હોય છે કે, પ્રથમ તો દવા ખાતા નથી, દવા ખાય તો કહ્યા મુજબ પથ્ય પાળતા નથી; બાકી ડૉક્ટર તો સુધારે તેવા છે, એમ એ લોકોને સમજાવો. રાજ્યનો દંડ ભોગવીને પણ સારા બનવું!
નાનાં બચ્ચાં તો એવાં સીધાં અને સરલ હોય છે કે, આપતાંની સાથે તરત જ દવા ખાઈ જાય. “સુધારવો હોય તેને પહેલાં બગાડવો અને બગાડ્યા વિના સુધારનારને દંડ કરવામાં આવશે.- આવો જો કોઈ રાજ્ય પણ કાયદો કરે તો હું દંડ ભોગવીને પણ સુધરવા ઇચ્છનાર, નહિ બગડેલાને પહેલો સુધારું પણ ઇરાદાપૂર્વક એને બગડવા ન દઉં, કેમ કે, મારા આગમનો એ કાનૂન છે.
જે મોટું લાંબું ધોતિયું પહેરતો હોય તેને ટૂંક (ચોલપટ્ટો) પહેરતો બનાવું. મોટા ટોળામાં યથેચ્છ ભટકતાને અહીં પાટે બેસાડું. ગમે તેમ નિરંકુશ ફરનારાને અંકુશવાળો બનાવું, જે કોઈ સારા બનવા ઇચ્છે તેને જરૂર સારા બનાવું. એ માટે રાજ્યના કાયદામાં સજા હોય તો તે ભોગવવા પણ હું તો જીવતો જ બેઠો છું.
રાજ્યસત્તા જેને ગુનો માને છે, તેનો તો અહીં મૂળમાં જ અભાવ છે. યોગ્ય આત્માઓ પાસે રાજાના કાયદાને સંપૂર્ણપણે પળાવનાર તો આ સાધુઓ છે, માટે તો એમને શ્રી જિનેશ્વરદેવના શાસનના પ્રતિનિધિ કહ્યા; કોટ્યાધિપતિના ગુરુપદે પણ એ, ભલે એને બોલતાં-લખતાં ઝાઝું ન આવડે, કાંઈ ન ભણ્યા હોય, પણ દુનિયાદારીના આત્માઓની જેમ એ આરંભ-પરિગ્રહને પોતાના નથી માનતા. દુનિયાના માણસો તો પૈસો આદિ મેળવવા માટે અનીતિ આદિ કરતાં આંચકો ખાતા નથી, જ્યારે આ તો સામે ચાલીને આવતા દુનિયાના સુખને લેવા કે ભોગવવા તૈયાર નથી માટે જ એ ગુરુપદને લાયક છે. બાદશાહ અકબર ધર્મ કેમ પામ્યા?
દુનિયાદારીના માણસો જેમ હજાર-બે હજાર લઈ બનાવટી હુક્કા ઊભા