________________
૨૩ : આપમતિ મારક ! આગમમતિ તારક ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ-૬, સોમવાર, તા. -૧-૧૯૩૦
28
• મર્યાદાનો અભાવ આ શાસનમાં ન જ ચાલે :
જે ધર્મીને સહાયક Oબને, તે જ સંઘ : • મૂંઝવણના નામે વિપરીત વાતો : • ઇલેક્ટ્રિસિટીના સંબંધમાં : • આપમતિ છોડી. આગમમતિ સ્વીકારો ! • સબુદ્ધિ નથી માટે જ ભટકો છો ! • જેનપણું ક્યારે ટકે ?
શ્રી જૈનદર્શન કોઈને મારવાનું કહેતું જ નથી.
ભોળાઓને ફસાવવાની જાળ ? • મોતીનું એક દષ્ટાંત :
મર્યાદાનો અભાવ આ શાસનમાં ન જ ચાલે?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને સ્તવતાં સાત રૂપકથી સ્તવી ગયા; અને હવે મેરૂના રૂપકથી સ્તવના કરે છે. સાત રૂપકમાં જે યોગ્યતા તથા મર્યાદા કહી, તે આપણે જોઈ ગયા. જે મર્યાદાહીન બને, એ પૂજ્યકોટિમાં રહી શકે જ નહિ. જેણે શ્રીસંઘ બનવું હોય, તેણે તેની યોગ્યતા મેળવવી જ જોઈએ. યોગ્યતા મુજબ વર્તે, તો પૂજ્ય કોટિમાં ટકી રહે; યોગ્યતાનું ઉલંઘન કરે, તો પૂજ્યતાની કોટિમાં ટકી રહેવું એ અશક્ય બને. શ્રી જૈનશાસનમાં તો મર્યાદા વિના ટકાય જ નહિ : કારણ કે, દેવ, ગુરુ અને ધર્મને પણ શુદ્ધ જોયા વિના અને યોગ્ય પરીક્ષા કર્યા વિના ન માને; એવું આ શાસન છે. દેવમાં અરિહંતપણું છે કે નહિ, ત્યાગી ગુરુઓમાં નિગ્રંથપણું છે કે નહિ અને ધર્મ યોગ્ય છે કે અયોગ્ય છે; એ બધું જોયા પછી જ તત્ત્વત્રયીનો પણ સ્વીકાર કરનાર આ શાસન ગમે તેવાં ટોળાને શ્રીસંઘ તરીકે કેમ જ માને ?
દુનિયાના અજ્ઞાન લોકોમાં જેમ કુદેવને સુદેવ તરીકે, કુગુરુને સુગુરુ તરીકે અને કુધર્મને સુધર્મ તરીકે મનાય છે, તેમ ત્યાં ભલે કુસંઘ પણ સુસંઘ તરીકે મનાય, પણ અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી પરીક્ષા કરનાર શ્રી જૈનશાસનમાં તો જે તે ટોળાંને સંઘ ન જ મનાય !