________________
૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય - 22
૨૬૩
લીધો તને, હર્વે ઘેર જા ! મારા ભાગ્યમાં હતું, બંબાવાળા આવી પહોંચ્યા અને બધું બચ્ચું એ વાત જુદી, પણ તેં શું કર્યું ? આ બધું નથી સમજતા ! નાશક વસ્તુઓની રક્ષા પાછળ અનેક છળપ્રપંચ કરવા છતાં, શાસનરક્ષાના પરમ શુદ્ધ પ્રયત્નની નુક્તેચીની કરનારા તદ્દન અજ્ઞાન કોટિના જ માનવીઓ છે.
263
શાસનરક્ષાનું કામ તો તદ્દન ખુલ્લું છે, કપટ અને પ્રપંચ વગરનું છે, તેમાં કોઈનું પણ ભૂંડું ઇચ્છવાનું નથી કે કોઈનું પણ બગાડવાની મનોવૃત્તિ નથી. શાસનરક્ષામાં તો સામાનું પણ ભલું જ ઇચ્છવાનું છે અને ‘એ પણ ક્યારે સુધરે ?' એ જ એક ભાવના રાખવાની છે. આપણે તો શુદ્ધ ભાવનાપૂર્વક શાસનરક્ષાના આપણાથી બની શકે તેટલા સઘળા જ શુદ્ધ અને શક્ય પ્રયત્નો જરા પણ ગભરાયા કે અચકાયા વિના કરી છૂટવાના છે.
શાસન તો પોતાના પરમશુદ્ધ સ્વરૂપથી જ જીવવાનું છે. તે કાંઈ આપણા યોગે જ જીવવાનું છે એમ નથી, પણ આપણે જેને પરમ શુદ્ધ અને સંસારતારક માનીએ, તેના ઉપર કમનસીબ આત્માઓ તરફથી આક્રમણ આવે, તે સમયે જો આપણે શક્તિ હોવા છતાં તે આક્રમણની સામે જબ્બર બચાવ ન કરીએ, તો એક શાસનના સેવક તરીકેની આપણી ફરજનો આપણે ભંગ જ કર્યો ગણાય અને એ રીતે ભંગ કરનારા આપણે આપણા તારક શ્રી જિનેશ્વરદેવના નિમકહલાલ સેવક નહિ, પણ નિમકહરામ જ ગણાઈએ, માટે હું કહું છું · કે, આપણાથી બની શકતા સવળાય શુદ્ધ પ્રયત્નો આચરી આપણે સ્વામીના નિર્મકહલાલ સેવકો બનવું જોઈએ.
શાસનસેવા
પર માત્રને છોડવાની વૃત્તિ ન થાય, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના શાસનની વાસ્તવિક સેવા ન થાય.
કઈક્રિયામાંધર્મ
જો સંસારમાં જોડનારી ક્રિયાઓમાં જ ધર્મ હોત, તો ચાની પુરુષો એક સામાન્યમાં સામાન્ય સાધુના ધર્મને પડ઼ા મેરૂની ઉપમા આપી ઊંચામાં ઊંચા ગૃહસ્થના ઘર્મને પણ સરસવની ઉપમા શું કામ આપત ? આ જ કારણે ઉપકારી પુરુષોએ કહ્યું છે કે, દેશ વિર્ણતઘર પણ જો સર્વવિતિની લાલસા ન ઘરાવે, તો તેની દેશવિરતિ પા સાચી નથી.