________________
૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ
વીર સં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૬, પોષ સુદ-૧ ૨, રવિવાર, તા. ૧૨-૧-૧૯૩૦
♦ સમ્યગ્દર્શન માટે જરૂરી સંસારની અરુચિ અને મોક્ષની રુચિ : ♦ માત્ર સંખ્યાવૃદ્ધિથી શું વળે ?
♦ શાસનમાં કોણ અને ક્યારે નભે ?
• શ્રી અષાઢાભૂતિ અને નાટક :
29
સમ્યગ્દર્શન માટે જરૂરી સંસારની અરુચિ અને મોક્ષની રુચિ :
સૂત્રકાર મહર્ષિ શ્રીદેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘને મેરૂની ઉપમાર્થી સ્તવે છે. શ્રીસંઘરૂપ મેરૂની પીઠ સમ્યગ્દર્શનરૂપ વર વજ્રની છે અને તે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન વજ્રમયી પીઠ મજબૂત હોવી જ જોઈએ. જો એ પીઠ મજબૂત ન હોય તો, એના ઉપરથી વસ્તુ ટકી શકતી જ નથી; કારણ કે સમ્યગ્દર્શન એ મોક્ષનું પહેલું અંગ છે. એટલે શ્રીસંઘરૂપ મેરૂની વજ્રમયી સમ્યગ્દર્શન રૂપી પીઠની મજબૂતાઈ વિના, એના ઉપર જ્ઞાનચારિત્રની બધી કાર્યવાહી વસ્તુતઃ નિષ્ફળ છે, એટલું જ નહિ પણ ભારપૂર્વક કહું છું કે, વખતે એ હાનિકર પણ નીવડે છે, માટે એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જ જોઈએ.
'
આજકાલ તો દૃઢ હોય તોયે ઘણું છે; રૂઢ, ગાઢ અને અવગાઢ વળી આગળ ઉપ૨ બને ! પણ આ તો એકદમ શિથિલ છે. આજે તો ‘પૂજા કરનાર મળે, પણ જેની પૂજા કરવાની છે તેને સાચવનાર ન મળે; સામાયિકાદિ ક્રિયા કરનાર જડે, પરંતુ એના પર ઊંડાણમાં ઊતરીએ તો મોટી પોલ દેખાય.' - આ દશા છે ! પૌષધ-પ્રતિક્રમણાદિ ક્રિયા કરનાર જ સમય આવ્યે પહેલો કંપે, એ શું સૂચવે છે ? એ જ કે, જે માટે એ ક્રિયા કરવાની છે તેમાં દઢતા નથી.
યાદ રાખો કે ધર્મક્રિયા મોજશોખ માટે નથી કે ફુરસદનો ટાઇમ પૂરો કરવા માટે નથી; પણ તે તે ક્રિયાઓ તે માટે કે, જેના યોગે જે દૃષ્ટિ પેદા કરવી - છે તે પેદા થાય. કુળના રિવાજ માટે કરાય છે એ ઠીક છે, પણ ‘શા માટે ?' એનો વિચાર નથી. આ રીતે જ્યાં સમ્યગ્દર્શન જ ન દેખાય, ત્યાં દૃઢતાં, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની વાત ક્યાં કરવી ?