________________
૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29
૩૫૫
શ્રી જિનેશ્વરદેવોએ સ્થાપેલ શ્રીસંઘના નામમાં કે યોગ્યતામાં કશી જ કમીના નથી અને હોય પણ નહિ, પણ ‘અમે સંઘ' એમ કહેવરાવનારાઓમાં સંઘત્વને છાજતી વસ્તુ જ ન હોય તો શું થાય ? ‘સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને લાવવા અને સફળ કરવા માટે પણ સમ્યગ્દર્શન જરૂરી છે, કારણ કે, સમ્યગ્નાન અને સમ્યક્ ચારિત્ર દ્વારા જે સાધવું છે, તે તરફ વાળનાર જ સમ્યગ્દર્શન છે.' આ વાતને જે ન સમજે, તેનામાં આંશિક સંઘત્વ પણ ક્યાંથી આવે ?
આ રીતે શ્રીસંઘરૂપ મેરૂને રાખનાર સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વને દૂષિત
કરનાર
355
‘૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિસ્તા, ૪. મિથ્યામતિ પ્રશંસા અને ૫. મિથ્યામતિ પરિચય' આ પાંચ મોટા અને ભયંકર દોષો છે.
આ દોષો સમ્યક્ત્વમાં પોલાણ પેદા કરે છે. એટલે એ દોષોથી ખાસ બચવું જોઈએ. જો આ પાંચ દોષો રૂપ પોલાણ ન હોય, તો તેમાં ૫૨તીર્થિક વાસના રૂપ પાણી ન આવવાથી સમ્યગ્દર્શનરૂપ પાયો કંપે નહિ, આ સ્થિતિ હોય તો જ એ પીઠિકા દૃઢ બને છે. શ્રી જિનેશ્વરદેવ, એ તારકના માર્ગે ચાલનારા નિગ્રંથો તથા એ તા૨કના આગમો ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય તો જ શંકારૂપ મહાદોષ ન થાય, પણ જેને ત્યાં જ અવિશ્વાસ હોય તેનું શું થાય ? ‘વસ્તુ માત્રને નજરે જોઈને જ માનવી’ આવો જેનો નિશ્ચય હોય, તેને તો તારકો પ્રત્યે અવિશ્વાસ ન થાય તો બીજું થાય પણ શું ? એ અવિશ્વાસના યોગે શંકા આવે અને તે પછી ચાર દોષ તો આવે જ. આ પાંચેય દોષોમાંનો એક પણ દોષ ન હોય તો જ સમ્યગ્દર્શન દૃઢ થાય; એક પણ દોષ હોય તો એ દૃઢ બનવું મુશ્કેલ છે.
અનંતજ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ ન જાગે, ત્યાં સુખી શંકાકાંક્ષા વગેરે ન થાય એ કેમ બને ? ખરેખર, જે ‘નજરે જોવાય તેને જ માનવાનો જમાનો છે’ એમ કહે, તેનામાં તો આ દોષો હોય જ. છદ્મસ્થોને પ્રશ્ન તો ઊઠે, પણ ઉત્તરદાતા કહે કે, ‘જરા અનુભવની વાર છે, તો તેઓએ સામા ન થવું જોઈએ.’ મોટા સટોડિયા તેજી-મંદીનાં એવાં અનુમાન બાંધે કે, ભાગ્યે જ એ ખોટાં પડે, એને કોઈ પૂછે કે, ‘આવાં સચોટ અનુમાન શી રીતે બાંધો છો ?’ તો ઉત્તરમાં એ કહે કે, ‘એમ ન સમજાય ! અમુક સમય બજારનો અનુભવ લો, ધક્કા-ધપ્પા ખાઓ, પછી આપોઆપ સમજાશે, અગર પછી સમજાવી શકાશે !’ જ્યારે આવી સામાન્ય બાબતમાં આમ હોય, તો જ્ઞાનીએ કહેલી અપૂર્વ બાબતોમાં શું હોય ?