________________
356
૩૫૬
– સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – ખરેખર, અનંતવાસીઓએ કહેલી વસ્તુ દરેક આદમી પોતે જોઈ પણ નથી, શકતા અને જાણી પણ નથી શકતા; અને જો એમ દરેક સહેલાઈથી જાણી કે જોઈ શકતા હોત, તો આટલી મહેનતની પણ જરૂર શી હતી ? આ સામાન્ય દુનિયામાં પણ એવા આદમી હોય છે, કે જે એક વાતમાં અનેક વાત સમજી શકે છે અને એવા પણ છે કે અનેક વાતો કરવા છતાં એક પણ વાતને નથી સમજી શકતા; તો અપૂર્વ અને લોકોત્તર શાસનમાં નજરે જોયેલું જ માનવાનું કહે, એ કેમ બને ?
આ શાસનમાં નાસ્તિક માટે છેલ્લી કોટિની વ્યાખ્યા કઈ ? એ કે, અનંતજ્ઞાનીઓએ કહેલી અતીન્દ્રિય વસ્તુઓને પણ નજરે જોવા માંગે અને એ વિના ન જ માને !! અનંતજ્ઞાનીઓએ કહેલી સઘળીય વાતો ચક્ષુથી જોવાની વાતો, એ નાસ્તિકતા ભરેલી જ વાતો છે. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી આજ્ઞાઓ ન આચરાય અને અનંતજ્ઞાનીઓએ કહેલી વાતો ન સમજાય, તો “હું એવા કાળમાં, સંયોગમાં અને એવી સ્થિતિમાં આવ્યો છું કે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પૂરી આચરી શકતો નથી અને શ્રી જિનેશ્વરદેવની કહેલી સઘળી વસ્તુઓ સમજવાની પણ તાકાત નથી.” આ પ્રમાણે કહે એ તો ઠીક, કારણ કે, એથી સમ્યગ્દર્શન ન જાય, પણ “આ જમાનામાં આ વાતો કેમ ચાલે ?” એમ કહે તેનામાં સમ્યકત્વ ટકે જ શી રીતે ? અર્થાત્ ન જ ટકે.
અનંતજ્ઞાનીઓએ તો યોગ્ય આત્માઓને માટે જ આ બધી વસ્તુઓ બતાવી છે. જેના ઉપર મહેલ બાંધવો હોય, મજબૂત ચણતર ચણવાં હોય, એ પીઠનો પાયો અખંડિત હોવો જ જોઈએ. શ્રીસંઘરૂપ મેરૂની પીઠ ઢીલી-પોચીન જ નભે. મેરૂની માફક શ્રીસંઘ પણ ક્ષેત્ર વિશેષે શાશ્વત છે, કદી પણ ફેરફાર ન થાય તેવો છે, એની પીઠ વજની છે, તો શ્રીસંઘરૂપ મેરૂની પીઠ પણ સમ્યગ્દર્શન રૂ૫ શ્રેષ્ઠ વજની છે. તે ચાર વિશેષણોથી વિશિષ્ટ છે અને હોવી જોઈએ. '
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવા ઇચ્છનારો આ પીઠ મજબૂત ન બનાવે તો આગળ વધી ન શકે. સમ્યગુદર્શન વિનાનું જ્ઞાન પણ વ્યર્થ છે; સમ્યગ્દર્શન વિનાનું સંયમ અને બાહ્યત્યાગ ગમે તેવો હોય તોય તે કાયકષ્ટરૂપ છે; સમ્યગ્દર્શન વિનાનાં દાન, શીલ, તપ અને ભાવ; તે પણ વસ્તુતઃ દાન, શીલ, તપ તથા ભાવ નથી; એના વિના ભાવના પણ કઈ અને કેવી હોય ? ભાવનાશુદ્ધિ માટે તો સમ્યગ્દર્શન છે, એ આવ્યા પછી મનોવૃત્તિ કઈ તરફ ઢળે ? મોક્ષ તરફ જ પણ સંસાર તરફ તો નહિ જ, આથી જ એ નિશ્ચિત થાય