________________
૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29
છે કે, ‘શ્રી જિનેશ્વરદેવના શાસનમાં બધા રહી શકે છે' પણ ક્યારે ? જ્યારે સંસારની અરુચિ અને મોક્ષની રુચિ થાય ત્યારે ! આ શાસનમાં ચૌદપૂર્વી પણ રહે અને અષ્ટ પ્રવચન માતાને જાણનારા પણ રહે; યથાખ્યાત ચારિત્ર પાળનારા પણ રહે અને છેદોપસ્થાપનીય ચારિત્ર પાળનારા પણ રહી શકે; અરે, ચારિત્રનું આરાધન નહિ કરનારા અને કંઈ પણ નહિ ભણેલા પણ રહી શકે; પણ ક્યારે ? ત્યારે જ કે જ્યારે સંસાર ત૨ફ અરુચિ અને મોક્ષ તરફ રુચિ પેદા થાય !
357
૩૫૭
રેલવેના પ્લૅટફૉર્મ ૫૨ જવા પાસ તો જોઈએ ને ? ટિકિટ હોય એ ગાડીમાં બેસે, પણ પ્લૅટફૉર્મમાં જવા માટે પણ પાસ તો જોઈએ ને ? વગર પાસે કોઈ ઘૂસે તો લાંચથી ઘૂસે, અગર ચોરીથી ઘૂસે ! ભલે એને ચોર ઠરાવનાર અધિકારી પણ કોઈ ચોર થઈને એને ચોર ન ઠરાવે, પણ કાયદેસર એ ચોરી છે; એમ અહીં ઓછામાં ઓછી કઈ યોગ્યતા હોય તો પ્રભુના શાસનમાં નંબર ગણાય ? જો કે, આજે સમ્યક્ત્વ શબ્દ પણ રૂઢ થયો છે, એથી આજે ગમે તેમ વર્તનારા અને ગમે તેમ બોલનારાઓને પણ જો એનામાં સમ્યક્ત્વ નથી એમ કહેવામાં આવે, તો તેઓ લાલપીળા થઈ જાય છે, માટે હાલ એ શબ્દને દૂર રાખીને કહો કે, પ્રભુના શાસનમાં ગણાવવું હોય એનામાં ઓછામાં ઓછું પણ શું જોઈએ ?’ ‘સંસારની અરુચિ અને મોક્ષની રુચિ' આટલું તો જોઈએ જ ને ?
માત્ર સંખ્યાવૃદ્ધિથી શું વળે ?
આથી સમજી શકાશે કે, પ્રભુએ સ્થાપેલો શ્રીસંઘ અનુપમ છે. પૂજ્ય છે અને એના આધારે પાંચમા આરામાં કલ્યાણ સાધવાનું છે; એટલે જેને-તેને એમાં ન જ ગણાય. જે મર્યાદાનો ભંગ કરે તેને સંઘમાં સ્થાન ન જ હોય. એકવાર તો માણસો વધતા જોઈને તમે રાજી પણ થઈ જાઓ કે, સંખ્યા વધે છે, પણ એ રીતે લોકોને ભેગા કરીને થયેલી સંખ્યા મોટા વિરાટ સ્વરૂપે દેખાવા છતાં પણ, અવસરે અધવચ ડુબાડશે.
આજે સમ્યક્ત્વની વાતમાં લોચા વાળનારા, આ સામાન્ય ભાવના માટે પણ એલફેલ બોલે છે, આથી જ આપણે કહીએ છીએ કે, ‘પહાડની શોભા તો બધી ઉ૫૨ છે, પણ એ શોભાને ટકાવી રાખવા અને એનો લાભ લેવા એનું તળિયું મજબૂત જોઈએ કે જેથી એમાં એક પણ છિદ્ર ન પડે.
મુનિપણાની વાત તો પછી, પણ હજી તો પીઠિકા રૂપ સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આ સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રની પીઠ ઉપર પ્રતિષ્ઠિત શ્રીસંઘરૂપ મેરૂ,