________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
મુનિને જોવાથી પુણ્યશાળી આત્માઓને કેવા વિચાર આવવા જોઈએ ? જે સ્થાને ભક્તિ જાગવી જોઈએ, ત્યાં જેને દયા ચિંતવવાનું મન થાય અને જ્યાં દયા ચિંતવવાની ત્યાં જેને ભક્તિ કરવાનું મન થાય તે આત્માનું થાય શું ? ધર્મનિષ્ઠને ‘બિચારા' અને પાપપરાયણ આત્માઓને ‘હુશિયાર' માનવાની વૃત્તિ થઈ કે, ઉન્માર્ગ ઉપદેશકતા આવ્યા વિના રહે જ નહિ. આવી અધમ મનોવૃત્તિવાળાઓથી બચવાની ઘણી જરૂર છે. આવા જો પોતાની જાતને શ્રાવક કહેવરાવતા હોય તો તે શ્રાવક નથી, અને સાધુ કહેવરાવતા હોય તો સાધુ નથી, પણ માત્ર વેષધારી હોઈ કેવળ આ લોકના માનપાનમાં જ જિંદગીનો દુરુપયોગ ક૨ના૨ છે.
૫૭
56
‘સાધુ અને શ્રાવક, એ ત્યાગની દેશનાથી ગભરાય' – એ કેટલી ભયંકર વસ્તુ છે ? ત્યાગ એ જ એનું જીવન, તેની આ દશા શું સૂચવે છે .? આજે ભયંકર આપત્તિ વહોરીને પણ કડવું સત્ય જાહેર કહેવાની ફરજ સજ્જન પુરુષો ઉપર આવી પડે છે. કડવું સત્ય કહેવામાં ‘ઉપાધિ’ ઘણી છે. એમાં નાનુંસૂનું જોખમ નથી એ વાત સાચી છે, છતાંય એ જોખમ ખેડ્યા સિવાય છૂટકો નથી. સત્યનો રાગ હોય ત્યાં પહોંચાય; વસ્તુ ત૨ફ સદ્ભાવ હોય તો ત્રણ દિવસમાં બધો નિકાલ આવે. પણ આજે દિશા પલટાઈ ગઈ છે. જ્ઞાની જે દિશામાં સુખ જુએ છે, એથી વિપરીત દિશામાં દુનિયામાં સુખ બતાવવાના પ્રયત્નો થાય છે. આ મોટી અથડામણ છે.
દવા આપીને બચાવનાર વૈદ્યના હાથમાં, ડાહ્યા કે ગાંડો, શાહુકાર કે દરિદ્રી, નાનો કે મોટો, દરેક દરદી હાથ આપે ! કોટ્યાધિપતિ પણ વૈદ્યના હાથમાં હાથ આપે ! વૈદ્યનાં આપેલાં પડીકાં જે રીતે કહ્યાં હોય તે રીતે ખાય. ઘી, દૂધ વિગેરે જે ચીજ ખાવાની ના કહી હોય તે ન ખાય. ‘હા સાહેબ, હા, સાહેબ' કહે, પણ વૈદ્યને ગાળ ન દે અને હમ્બગ ન કહે. તેમજ ‘તારી પડીકી નથી ખાતા.' - એમ પણ ન કહે; કારણ કે, એ સમજે છે કે તિજોરીની હીરામાણેકની ભૂકીથી કે સોનામહોરથી જિવાશે નહિ. બીમા૨થી નીરોગી થવા માટે પોતાનો હાથ તિજોરીમાં ન નખાય, પણ વૈદ્યના હાથમાં જ અપાય. એ રીતે અહીં પણ કાયદો કે-મુક્તિ મેળવવા ઇચ્છનારે ત્યાગીને સાંભળ્યા વિના છૂટકો નથી, તેમજ સંસારને છોડી ત્યાગી થયા વિના પણ છૂટકો નથી.”
સભા દુનિયામાં અત્યારે પૌદ્ગલિક ભાવની ખિલવટનું વાતાવરણ જોસભેર ચાલે છે, માટે હવે તો કાર્યસાધક ઉપદેશ જોઈએ.
વાત ખરી, પણ તમે મારી પાસે ઊંચી માત્રા અપાવવાની માગણી કરો છો.