SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : ગુણયુક્ત સમુદાય એ સંઘ ! -5 વૈદ્યને ત્યાં એવી પણ માત્રા હોય, કે જે પેઢીઓથી પડી હોય તો પણ ઉપયોગમાં ન આવે. જરા ભૂલ થાય તો મુશ્કેલી. વળી માત્રાને યોગ્ય દરદી જોઈએ, કારણ કે-ખાનારા ન મળે : કાં તો પૈસા ખરચનાર નહિ અને પૈસા ખરચનાર હોય તો જીરવી શકે એવા ન હોય. એવી માત્રા ખાય તો જિંદગીભર રોગ ન થાય, પણ ખાય તો ને ? આજ્ઞા મુજબ સંયમનું સેવન થાય તો અનંતકાળના દુઃખથી છૂટવાનું સૌભાગ્ય સાંપડે, પણ સેવાય તો ને ? માત્રા તો ઘણીયે ઊંચી છે, પણ તે અવસરે અપાય. 57 ૫૭ આ શાસનમાં નામની જ પૂજા નથી, પણ ગુણને અંગે નામની પૂજા છે. અમારી પછવાડે તણાવા તમે બંધાયા નથી, તમને જ્યારે લાગે કે અમારા વિચાર, વાણી અને વર્તન પ્રભુમાર્ગને અનુસરતા નથી, તો અમને મૂકીને પણ ચાલ્યા જવું જોઈએ. ઉપકારનો બદલો વાળવો હોય, તો અમને સમજાવવા પ્રયત્ન કરવો, ન સમજીએં તો અમને મૂકીને પણ જવાની છૂટ. કોઈ પડે એમાં નવાઈ નથી, કારણ કે, ચૌદ પૂર્વધરો પણ પડ્યા છે; માટે ચેતતા રહેવું જોઈએ અને જેની પાછળ જાવ તેને પ્રથમ બરાબર તપાસો. નાના મછવાથી ચલાવાય, પણ કાણી એવી મોટી સ્ટીમરથી ન ચલાવાય. મછવો ઘણીવારે પહોંચાડે, ઘણા આંટા કરી બધાને પહોંચાડે એ ચાલે, પણ કાણી સ્ટીમ૨માં બધા બેસી શકે તોયે ન જવાય, કારણ કે, એમાં બેસવાથી તો ડૂબી જવાય ! યાદ રાખો કે કુગુરુ એ કાણી સ્ટીમર જેવા છે ! વર્તમાનનું પ્રચારકાર્ય-એક દૃષ્ટિપાત : આજે કેટલેક સ્થળેથી સંઘના નામે એવી ભયંકર કાર્યવાહી થાય છે કે, જે જોઈને ઇતર દુનિયા પણ હસે છે કે, જૈન સંઘ આવા હોય ? ડાહ્યા તો આવી કાર્યવાહીમાં આવતા જ નથી. આવનારા કાં તો રસ્તા વચ્ચે રખડનારા ત્રણ ટકાનાં માણસી છે : જેમનું મોઢું ત્રણ ફદિયામાં બંધ; અને કાં તો કેટલાક એવા માણસો છે કે, બાર કલાકમાં એક-બે કલાક જો કોઈના સત્યાનાશની યોજના કે વાતો ન કરે, તો એમને ચેન ન પડે; કરે તો જ રાજી થાય એવા છે. ચોવટિયા એવા કે બે પાંચ મળે ત્યારે સજ્જન કે સાધુની ખબર લીધા વિના રહે જ નહિ. બુદ્ધિનો કંઈ પાર છે ! ઇતર વર્ગના બુદ્ધિમાન પણ હસે છે કે, જૈનશાસનમાં આવા પણ સંઘ ગણાતા હશે ! ત્રીસ-પાંત્રીસ વર્ષની ઉંમરનો સમજદાર આદમી, પોતાના બાળકને પ્રથમ પ્રભુના માર્ગે મોકલી, પછી પોતે સંયમ લે, જેની છાબ પણ
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy