SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ પોતાની ધર્મપત્ની લે, ત્યાં ચાર જણા કહે કે, ‘અમને ન પૂછ્યું માટે એ સાધુ નહિ.’ છે કાંઈ બુદ્ધિની કમીના ! પોતાને પાઈનું ખર્ચ નહિ, ખવરાવ્યું નહિ, પીવરાવ્યું નહિ અને કહે છે કે, ‘અમને પૂછ્યું નહિ માટે એ સાધુ નહિ.' આ જોઈને ઇતર બુદ્ધિમાન પણ હસે છે. લોક બેવકૂફ નથી, પણ આપણી વસ્તુ સામાની પાસે આપણે મૂકી શકતા નથી, એની આ ખરાબી છે. ૫૮ 58 એ લોકો ટીપું નહિ ત્યાં સાગર બતાવે છે. બનાવટી રિપોર્ટ બનાવે છે; લાંચ-રુશવત આપી કલંક ઘડે છે. આવું પ્રચારકાર્ય કમ નથી થતું, ઘણું થાય છે. આવા પ્રયત્નોનો ફેલાવો કમ નથી. અજ્ઞાનો પર એની અસર ઝટ થાય છે. તમારી (જૈનશાસનની) વાત મૂળથી જ ઊંચી; એમાં વળી સામાની પાસે મૂકનારની ખામી; સાંભળનારની બુદ્ધિનું ઠેકાણું નહિ, તેથી આ હાલત છે. જૈનમુનિ નાના બાળકને ઝોળીમાં લઈ જાય છે, એમ ? આજે જૈનમુનિ ઉપર પામરો આવો આરોપ મૂકે છે. આ આરોપ,નાનોસૂનો નથી. એકે દાખલો એવો છે બાળકને ઉપાડી જવાનો ? જૈન સાધુ ઉપર આરોપ, એ જૈનસમાજને નીચું જોવરાવનાર છે. એક વખત એક અમલદારે શ્રાવકને કટાક્ષમાં કહ્યું કે, ‘તમારા સાધુઓ હોશિયાર બહુ.’ શ્રાવક પણ હોશિયાર હતો : એ સાચો શ્રાવક હતો એટલે બોલ્યો કે, હોશિયાર જરૂર છે પણ ચોર નથી.' . અમલદાર તરત બોલતો બંધ થઈ ગયો. સાચો શ્રાવક તે. હોશિયારી એ ગુણ છે. ચોટ્ટાઈ એ દુર્ગુણ છે. આ લોકો ગુણ છુપાવી દોષ ઊભા કરવા માગે છે. ગુણને દોષરૂપે બતાવે છે. આ જાતનો પ્રચાર એ લોકો પૂર જોશમાં કરે છે. રાજ્યના અમલદાર કાંઈ અજ્ઞાન નથી, પણ એમના કાન પર જે વાત જાય, તે ઉપર તેઓ વજન મૂકે. સહેજે દુનિયામાં અનીતિ કરનારા ઉઠાઉગીર બાવા વિગેરે ઘણા છે, ત્યાં વળી આ વાત જાય, અને વળી જૈનો જ એ વાત કરે, એટલે થાય પણ એમ કે, જૈનસમાજમાં પણ કદાચ એમ હશે ! માટે સાચી વસ્તુને પ્રકાશમાં લાવવા ઉચિત ઉપાયો યોજવા જ જોઈએ. આપણું ધ્યેય તથા હેતુ શુદ્ધ છે. હૃદયની શુદ્ધતાથી પ્રયત્ન કરીએ તો ખાતરીથી કહું છું કે-સામાના ધમપછાડા નિષ્ફળ જશે, પરંતુ જો દુનિયાનું ભાવિ જ તે પ્રકારનું હોય તો ત્યાં અમે નિરૂપાય છીએ; પણ જેઓને જ્ઞાન નથી તેઓ માટે પ્રયત્ન ચાલુ રાખવાની આપણી ફરજ છે. કોઈ અતિશય જ્ઞાની
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy