________________
59 - - ૫ : ગુણયુક્ત સમુદાય એ સંઘ ! -5 – – ૫૯ આવીને કહે કે, આમ જ થવાનું છે, તો મૂંગા પણ રહીએ, નહિ તો પ્રયત્ન કરવો જ જોઈએ. છ પ્રકારનો અભ્યતર તપઃ
૧. પ્રાયશ્ચિત્ત : કરેલા પાપ બદલ ગુરુદેવની પાસે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું તે.
૨. વિનય : જેનો વિનય કરવાનો હોય, તેની સામે ઊંચી આંખે ન જોવાય, એની સાથે ઊંચે સાદે ન બોલાય, ત્યાં તો હાથ જોડાય, મસ્તક નમાવાય, છાતી ઢળેલી હોય, પરિણામ કૂણા હોય, વિનય એ તો મહાગુણ છે. ધર્મનું મૂળ વિનય છે, વિનયના યોગે આઠ પ્રકારનાં કર્મોનો નાશ થાય છે. બધું કામ આઠ કર્મ ખપાવવા માટે છે..
૩. વૈયાવચ્ચ : શ્રી અરિહંત ભગવંત આદિની ભક્તિ કરવી, સેવા કરવી
- ૪. સ્વાધ્યાય : વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વાંચે, વંચાવે, શંકા પડે તો પૂછે, ફરી પૂછે, મનન કરે. સમજાવે વગેરે સ્વાધ્યાય.
૫. ધ્યાન : શુભ ધ્યાન બે પ્રકારનાં છે : ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાન. આર્ત-રૌદ્ર નહિ. આર્ત-રૌદ્ર ધ્યાન એ આત્માનું અહિત કરનારાં છે. આ-રૌદ્ર
ધ્યાન ક્યારે જાય ? દુનિયાના સઘળા સારા પદાર્થો મેળવવાની અને - સાચવવાની ઇચ્છા નષ્ટ થાય ત્યારે અને અનિષ્ટ પદાર્થોના વિયોગની,
શરીરના દુઃખની અને ભવિષ્યના સુખની ચિંતા, એ ત્રણેયથી બચાય તો આરૌદ્ર ધ્યાન જાય. શુક્લ ધ્યાન અત્યારે નથી, કારણ એ જ છે કે તેના માટેની લાયકાત નથી. અલબત્ત ધર્મધ્યાન જે આત્મા પ્રયત્ન કરે તેને પહેલા ગુણસ્થાનકે પણ આવે છે, બાકી નિરાલંબન ધર્મધ્યાન તો સાતમે ગુણસ્થાનકે હોય છે.
દુનિયાની લાલસાથી થતી જિનપૂજા, પૈસા માટેની પૂજા, કોર્ટમાં કેસ ચાલતો હોય અને એમાં જીત મેળવવા નાળિયેર ચઢાવાય, પૂજા કરાય, વેપાર ઠીક ચાલે, મુંબઈમાં જઈએ તો નોકરી સારી મળે, તે માટે દેરે જવાય, રૂપિયા મુકાય, પૂજા થાય આ બધું આર્તધ્યાનમાં જાય છે. દુનિયાના વિષય-કષાયો તથા દુનિયાના પદાર્થો, બધા પ્રત્યેની ઉપાદેય ભાવના નષ્ટ થાય ત્યારે આર્તધ્યાનથી બચાય. બંગલા, બગીચા અને હાટ-હવેલીમાં વાસ્તવિક સુખ નથી.