________________
*
Bh
૯૦
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ મોક્ષ તો મેળવાય ત્યારે ખરો, પણ એ મેળવવા માટે જેટલું તૈયાર છે, તેટલું પામીએ તો અહીં જ મોક્ષસુખનો સ્વાદ અનુભવી શકાય. લક્ષ્મીને અસ્થિર માનનાર, વગર લક્ષ્મીએ પણ સુખી છે અને લક્ષ્મીને પોતાની માનનાર, ઘણી લક્ષ્મીએ પણ દુઃખી છે. દેવ, ગુરુ, ધર્મથી પરાક્ષુખ કરનાર એ લક્ષ્મી મેળવવાની ભાવના છે. આ દેવ, ગુરુ, ધર્મ સૌથી જુદા : દેવને કે ગુરુને પહેરામણી-પધરામણીના ચાંલ્લા ન જોઈએ. પૈસાથી જ ધર્મ થાય તેમ નથી. માત્ર નમવાથી ધર્મ થાય એવો પણ આ ધર્મ છે. લાખ આપે એ જ અહીં આવે, એવું નથી.
આવા દેવ, ગુરુ, ધર્મ છતાં વિપરીત અસર કેમ ? એનું કારણ શું ? એનું કારણ એ જ છે કે, અંદર વિષય-કષાયની કામના છે. વિષય કષાયની કામના છે ત્યાં સુધી આર્ત-રૌદ્ર ધ્યાન જાય, એ શક્ય નથી. વિષય-કષાયથી પાછા ફરવાની ભાવના, તે શુભધ્યાન લાવનાર છે. વિષયો ક્યારે છૂટે, કષાયો ક્યારે શકે, એ વિચારવા-તે શુભધ્યાનનું કારણ છે. બંગલા-બગીચા ક્યારે વધે, એવી ભાવના તો માત્ર દુર્ભાન જ લાવનાર છે.
૯ કાઉસગ્ન-કાયોત્સર્ગ એ તો પ્રસિદ્ધ જ છે. બાલપંડિતમરણ અને પંડિતમરણ :
શ્રી જિનેશ્વરદેવે ચાવી એવી આપી છે કે, જેને એ વાપરતાં આવડે એ મોક્ષ જાય. અહીં રહે તો પણ સાવધ રહે. દુઃખી ન રહે. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ મોક્ષ આપે. આ ધર્મથી મોક્ષ ન મળે ત્યાં સુધી પણ એ ધર્મનો આરાધક કંગાલ ન હોય. ધર્મ ગયો માટે કંગાલિયત આવી. આ દશા કાયમ રહી તો એવું થશે કેપાઘડી તો નહિ રહે પણ માગવાનું ઠામ કે જેને રામપાત્ર કહે છે તે પણ નહિ મળે. તીવ્ર અશુભોદયે ચોમેરથી ત્રાસજનક સમાચાર જ આવે કે પેઢી તૂટી, ઘર ભાગ્યું, બહારથી ખબર મળે કે-વહાણ ડૂળ્યું. છોકરાને પક્ષાઘાત થયો અને મુનીમ પણ હાથ મારીને નાઠો. આ બધું સાથે બને અને પોતે પણ પથારીવશ થાય. એ પોતે પણ આશ્ચર્ય પામે અને આઝંદ કરે કે-આવો અશુભોદય ! પણ બહુ પાપ ભેગું થાય ત્યારે એમ જ થાય. એક એવો અશુભોદય આવે કે, તે બધા જ શુભ સંયોગોને પલટાવે. આખા મજેના ચિત્રામણ પર કાજળની ચપટી જરા ઊડી કે ચિત્રનો જ પલટો.
ધર્મી ઉપર અશુભોદય આવે તો પણ ધર્મી સુખી. લક્ષ્મી જાય તો પણ સુખી અને ધર્મ જાય ત્યાં સાહ્યબી હોવા છતાં પણ દુઃખ છે. અશુભ ધ્યાનને ટાળવા માટે