________________
૫૫
૫ : ગુણયુક્ત સમુદાય એ સંઘ ! -5
સંયમ એવું મજબૂત થાય કે ધાર્યું કામ આપે. જો બાર પ્રકારનો તપ ન આવે, તો દિનદિન એ સંયમ શિથિલ થાય.
55
બાહ્ય તપમાં પહેલું અનશન આવે છે. અનશન એટલે ન ખાવું તે. ઉપવાસાદિ તપ અનશનમાં ગણાય; એટલું જ નહિ પણ એકથી અધિક વાર ન ખાવું આદિ પણ અનશનમાં જ ગણાય.
બીજું ઉણોદરી. આહારથી એક-બે આદિ કવલ ઓછા ખાવા તે; એ તપ પણ અનેક પ્રકારનો છે.
ત્રીજો તપ વૃત્તિસંક્ષેપ. વૃત્તિ-સંક્ષેપ એટલે ખાવાની ચીજમાં પણ અમુક જ ચીજ ખાવી તે. ખાવા-પીવાની ચીજનો સંક્ષેપ કરવો.
ચોથો બાહ્યતપ રસત્યાગ. રસત્યાગ એટલે ઘી-દૂધ વિગેરે છ વિગય તથા ૨સાળ પદાર્થોનો ત્યાગ : બને તો છએ વિગયનો ત્યાગ, નહિ તો બને એટલી વિગયનો ત્યાગ : પાકી (મૂળથી)નો ત્યાગ ન થાય તો કાચીનો ત્યાગ. વધુ ત્યાગ ન થાય તો પ્રમાણમાં ત્યાગ કરવો. કદાચ અનશન રોજ ન થાય એમ માનીએ પણ ઉણોદરી આદિ તો રોજ થાય તેમ છે; પણ ચોવીસે કલાક મ્હોં ચાલુ હોય ત્યાં શું થાય?
પાંચમો બાહ્ય તપ કાયક્લેશ છે. કાયક્લેશ એટલે કાયાને ક્લેશ પડે તેવી ધર્મક્રિયા કરવી. આજે તો મોટે ભાગે એવું થઈ ગયું છે કે - ઊભા થઈને કરવાની ધર્મક્રિયા પણ બેઠે-બેઠે કરે છે, ત્યાં શું થાય ?
છઠ્ઠો બાહ્યતપઃ બાહ્યતપ સંલીનતા. સંલીનતા એટલે અંગોપાંગ આદિ સંકોચવાં તે.
જેને અનુસરો તેને તપાસો !
જે ચીજ ન બને એને માટે કોઈ કહે એ નભે, પણ બને તે માટે કંઈ ન કહેવાય. શક્યને અશક્ય મનાવવાના પ્રયત્નો કરનારા તો માર્ગના નાશક છે. ઉન્માર્ગની દેશના કંઈ લેવા જવી નથી પડતી. દયાની ભાવનામાંથી પણ જો દયાનું સ્વરૂપ ન સમજાય, તો ઉન્માર્ગની દેશના નીકળે : દયાના નામે ઉન્માર્ગની દેશના શરૂ થાય. દયા સમજાય તો માર્ગ સાચો, ન સમજાય તો ઊંધે માર્ગે પણ જાય. આજે મુનિને પગે ચાલતા જોઈ દયા ચિંતવે છે. પરંતુ મોટરમાં બેસીને જનારને જોઈ દયા ન ચિંતવે. પાપમાં પડેલાની દયા નહિ ચિંતવતાં, સન્માર્ગે ચાલી રહેલાની દયા ચિંતવવી, એ શું ઓછી અજ્ઞાનતા છે ?