________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
54)
સભાઃ અત્યારના ચળવળિયાઓ કહે છે કે – અમે ઊંધું છતું સમાજના ભલા
માટે કરીએ છીએ. દિશા જુદી હોય ત્યાં એ બચાવ ન ટકે. સીધી દિશામાં હોય તો હજીયે દોષ ક્ષત્તવ્ય ગણાય. આથી દોષ કરવાના એમ નહિ. જેમ કે, બાળકને દવા પાવા કડવીને પણ મીઠી કહેવી પડે; સાકર લગાડીને પણ કડવી દવા આપવી પડે; પરિણામે નીરોગી કરવા આ કરવું પડે; પણ પ્રાણનાશક ઝેર સાકરમાં ભેળવીને અપાય ?ચળવળિયાઓ પોતાની કાર્યવાહીનું પરિણામ સુંદર છે એમ જ્યાં સુધી સમજાવે નહિ ત્યાં સુધી એ બચાવ ન ચાલે. વૈદ્ય ગમે તેવો કડવો થાય એ ચાલે, કારણ કે – એનો હેતુ રોગ કાઢવાનો છે. એ પરેજી કહે તે પળાય; એ જરી ઠપકો આપે તે સંભળાય; ખાવું-પીવું બંધ કરાવે, પડી રહેવાનું કહે તે બધું થાય ! પણ જે વૈદ્ય દવાના નામે ઝેર પાય તેને ન સ્વીકારાય. મૃષા, માયા અને માયામૃષા એ ત્રણે પાપ છે : એ ઉપયોગમાં લેવાઈ ગયાં તો એ હજી ક્ષત્તવ્ય છે, પણ હેતુ હિતનો હોવો જોઈએ. હિત માટે મરાતી ધોલ એ ધોલ નથી અને સામાના ભલા માટે કરાતું અપમાન એ અપમાન નથી.
સત્તર પ્રકારે સંયમ પાળનાર, માનનાર અને ક્યારે સંયમ મળે” એ ભાવના રાખનાર બધા સંઘમાં છે, પણ સૌએ સૌ સૌની મર્યાદામાં રહેવું જોઈએ. સંયમને પૂરી રીતે સેવનાર, સંયમને માનનાર કે સંયમની ભાવના રાખનાર નમસ્કાર નહિ માગી શકે. સંયમ પાળનાર ઉપર એ પોતાની સત્તા બેસાડવાના મનોરથો ન કરી શકે. રાજા થવાની ભાવનાવાળાથી રાજાની જેમ હુકમ ન કરાય. માટે આજ્ઞા કરે કોણ ? અને આજ્ઞામાં રહે કોણ ? એ સમજવા જેવું છે. છ પ્રકારનો બાહ્ય તપઃ
ક્ષેત્ર સાત છે; શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ; આ ત્રણ ક્ષેત્ર તારક. આ ત્રણને જે માને, પૂજે, સેવે તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ! જે ન માને, ન સેવે, ન પૂજે તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક કે ન શ્રાવિકા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકામાં બે વિભાગ, આ ત્રણને માને, માર્ગનું સમ્યક રીતે પાલન કરે અને તેનો યથાશક્તિ પ્રચાર કરે, તે સાધુ-સાધ્વી : અને એ પાંચને માને તથા પ્રભુમાર્ગના પ્રચારમાં સહાય કરે, તે શ્રાવક-શ્રાવિકા !
સત્તર પ્રકારના સંયમરૂપ તુમ્બવાળું શ્રીસંઘરૂપ ચક્ર પૂજ્ય છે. એનાથી ધાર્યું કામ લેવા માટે બાર પ્રકારના તારૂપ આર કર્યા. છ પ્રકારનો બાહ્ય તપ-તથા છ પ્રકારનો અત્યંતર તપ-આ બાર પ્રકારનો તપ આવે એટલે સત્તર પ્રકારનું