________________
૩૪૪ -
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -- અસ્થિમજ્જા રંગાયેલો હોય. ત્યાગનો જેને રંગ નથી, એટલે કે, રાગ નથી એને સમ્યગુદૃષ્ટિ કહેવો એ પણ એક પ્રકારનો મૃષાવાદ છે.
ત્યાગનો અમલ ન હોય એ ચાલે, પણ રંગ ન હોય એ કેમ જ ચાલે ? જેની ત્રિકાળ પૂજા કરે, જેને વારંવાર નમે, જેની સામે હાથ જોડે, તેના ઉપર આક્રમણ આવે ત્યારે ભગાય કઈ રીતે ? પ્લેગ અને મરકીના વખતમાં સાચા સંબંધી કોણ છે, તેની ખબર પડે, એવા વખતમાં બીમારને પથારીમાં મૂકી કંક ચાલ્યા ગયા તે સમયે ટકે એ સંબંધી ! એ રીતે અહીં પણ સમજવું જોઈએ. આજ્ઞાપાલન એ જ સાચી પૂજા
“અમે સંઘ !” એમ કહે, પણ વસ્તુના રાગમાં મીઠું હોય એને સંઘ કોણ માને.? અમલની વાત નથી કરતો, પણ માન્યતાની-પ્રેમની વાત કરું છું. “અમે સંઘ'-કહેતાં જીભ તો શું પણ ઘાંટો સુકાય તોયે કોઈ નહિ માને. મનાય ? કોના વિશ્વાસે આ વસ્તુ છોડવી ? લગ્ન મહોત્સવમાં આવનારા બધાને તમારા માનો તો ભીખ જ માગવી, પડે. “ઘર વેચીને વરો ન થાય' એ કહેવત છે. જૈમવા બેસે પાટલા પર અને કહે કે, બહુ સારું કર્યું, પણ એને ઘેર બીજે દિવસે ખાલી દેખાય તો એના એ જ કહેશે કે, બેવકૂફ ! કોણે ઊંચો બાંધ્યો હતો ?
આથી તો કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, “હે ભગવન્! તારી પૂજા કરતાંયે તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે.” કારણ કે, પૂજા તો હીરા મળવાની આશાથી પણ કરનારા ઘણા છે. ઝટ મંદિરમાં ઘૂસે પણ આજ્ઞા પાળવાના સમયે ટકે કેટલા ? ‘પૂજા અને આજ્ઞાને માનવાનો અભાવ ? ભક્તિ અને વચનો પર અરુચિ ?' આ ચોકઠાં ગોઠવવાં શી રીતે ? ઘણા જથ્થાના વિશ્વાસે, ખોટા દમામથી ન રહેવાય, રહેનાર અધવચમાં માર્યો જાય. આઠમી મેરૂની ઉપમામાં બધો કચરો સાફ કરવાનો છે
આ સમ્યગુદર્શન રૂપ પીઠ દૃઢ ન થાય, એ આપણને ન પાલવે. યોગ્યતા આવે તો મેરૂની ઉપમા ઘટે. મેરૂ આખી દુનિયાનો અલંકાર છે, તેમ સંઘ પણ આખી દુનિયાનો અલંકાર છે. મેરૂ જેમ સ્થિર, શાશ્વત છે, તેમ સંઘ પણ એવો બને. સમ્યગુદર્શનરૂપ વજમથી પીઠિકા દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ એ ચારે વિશેષણોથી વિશિષ્ટ હોય, તો પછી એના પર બધી કાર્યવાહી થઈ શકે. મેરૂ ઉપર કાંઈ એક ચીજ છે ? લાખ યોજનાનું એનું પ્રમાણ છે, ઉપર મોટાં વન છે, ચૈત્યો છે, હજારો કેવો રમે છે, રમણીય સ્થાનો છે, દરેક શ્રી જિનેશ્વદેવોનો ૧. વીર સપા -તવીણાપાનનં પરમ્ II - વીતરાગ સ્તોત્ર.