________________
ક - ૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 - ૩૪૫ જન્માભિષેક મહોત્સવ ઇદ્રો ને દેવો ત્યાં કરે છે. આવો મેરૂ છે, તો વિચારો કે, શ્રીસંઘ મેરૂ ક્યારે કહેવાય ?
સભાઃ મેરૂ દેખાય છે ?
આ પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયો છે. તમારી-અમારી આંખે જે ન દેખાય એ ન માનવું એ તો ખરે જ મૂર્ખાઈ છે. આપણી શક્તિ, બુદ્ધિ અને આંખોનું તેજ કેટલું છે, એ તો ખબર છે ને ? કાલની વાત આજ યાદ ન રહે, ઘડી પહેલાંની વાત ભૂલી જવાય, ભીંત આડી આવે તો આંખની ન દેખાય, સૂર્ય સામે જોતાં આંખમાંથી પાણી નીતરે, અંધારું થાય કે પ્રકાશ જેવું ન દેખાય, અને એવા કહે કે, નજરે જોઉં તે જ માનું, એના જેવી મૂર્ખાઈ બીજી કઈ ?
અનંતજ્ઞાનીઓએ અનંતજ્ઞાનથી જોયેલી વસ્તુને અધૂરા જ્ઞાનીઓ કહે કે, નજરે દેખાય તો જે માનીએ, એ મૂર્ખાઈ નહિ તો બીજું છે પણ શું ? એમને કહો કે, “પડી રહો ! દુનિયામાં પણ જુઓ તેને જ માનજો !” અરે, એમ માનવાથી તો દુનિયામાં પણ એક વ્યવહાર નથી ચાલતો. એ રીતે વ્યવહારમાં વિશ્વાસથી કામ લેનારા જ્યારે અનંતજ્ઞાનીના વચન પર વિશ્વાસ ન રાખે, તો એ સ્વાર્થીઓના વચનમાં પણ વિશ્વાસ શો ? એવાને કહો કે, “નજરે ન દેખાય ત્યાં ચૂપ જ રહો, ખંડન-મંડન કરો જ નહિ. એવી ઇચ્છા છે ?' એમ પૂછો ! ઘડો આખો કે ફૂટેલો એ જોવાની તાકાત નથી; એ જોવા માટે તો ટકોરા મારવા પડે. એવાઓની આંખે અહીંથી મેરૂ શી રીતે દેખાય ? “અમે જોઈએ તે જ માનીએ, બીજું ન માનીએ” એવું જ માનતા હો, તો તો જીવત પણ નહિ. • શાસ્ત્ર કહે છે કે, પ્રત્યક્ષ પ્રમાણના નામથી બીજા પ્રમાણની અવગણના કરનારા એ જે ખરા નાસ્તિક શિરોમણિ છે. નાસ્તિકનું લક્ષણ જ એ કે, જે પ્રત્યક્ષને જ માને, બીજાને ન માને. શાસ્ત્રની દરેક વાતમાં કોઈ “નજરે બતાવ એમ કહે, તો કહેવું કે, “ભાઈ, તું તો ખરે જ નાસ્તિક છો, તારા જેવા સાથે તો વાત પણ કરવા અમે માગતા નથી. બાકી જો કોઈ “અમને સમજાવો” એમ કહે તો તેને ખુશીથી યુક્તિપૂર્વક સમજાવાય. વળી નાસ્તિક એ કાંઈ ગાળ નથી પણ ઓળખાણ છે. અંધશ્રદ્ધાળુ કોણ?
અનંતજ્ઞાનીઓએ અનંતજ્ઞાનથી જોઈને બતાવેલી અનંત વસ્તુઓને પોતાનાં ચર્મચક્ષુથી જ જોવા મળવી, એ જ નાસ્તિકતા છે. અનંતજ્ઞાન વિના જે