________________
43 - ૨૮ : સર્વશનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28 – ૩૪૩ બંધારણ માંગીએ છીએ તેવું બને. આજે આમાં જ ખામી પડતી જાય છે. હજી ભણેલા મળે, હજી સારા આચારવાળા પણ થોડા ઘણા શોધવાથી મળે, પણ પોલ આ સમ્યગુદર્શનમાં છે. તપસ્વી, ક્રિયાકાંડ કરનારા, ભણેલા, ગણેલા નીકળે; પણ આ સમ્યગુદર્શનમાં વાંધો બહુ આવે. આજે સામાયિક, પૌષધ, પડિકમણાં કરનારા નીકળે, પણ સમ્યગુદર્શનવાળા માટે શોધ કરવી પડે, ફાંફાં મારવાં પડે. સામાયિકમાં છે કે નથી તે ઓળખાય, પણ સમ્યગુદર્શન નથી એ શી રીતે ઓળખાય ? એની દૃઢતા વિના બધું ફોગટ છે, એટલું જ નહિ પણ વખતે ઊલટું હાનિકારક પણ છે.
મૂળ વિનાના વૃક્ષની જેટલી ઊંચાઈ તેટલું જ એ ભયંકર. એ દિશામાં ન જવું સારું. એ વૃક્ષનો છાંયો ન લઈએ એમાં જ સલામતી તેમ સમ્યકત્વ વિનાની કરણી પાયા વિનાના મહેલ તથા મૂળ વિનાના વૃક્ષ જેવી છે. સમ્યકત્વ વિનાનો એ પોતાની જાતને ખરાબ કરે, આશ્રયમાં આવનારને કે રહેલાને પણ ખરાબ કરે
સમ્યગુદર્શન એ મૂળગુણ અને ઉત્તરગુણોનું નિધાન છે, નિધાન વિના એનું રક્ષણ ન થાય, કેમ કે, ચોટ્ટાઓ ઘણા છે. આત્મા અનાદિ કાળથી ભટકે છે, એનામાં નવચેતના પ્રગટ કરવા માટે સમ્યગુદર્શન છે. કષ્ટ સહનારા તો ઘણા છે. ન મળવાથી ભૂખ્યા રહેનારા, લાંઘણો કરી ભૂખ વેઠનારા ઘણા છે. એવો તપ તો તિર્યંચોને પ્રાય: રોજ હોય છે, કેમ કે એને મરજી થાય ત્યારે જ " ખાવાપીવા મળતું નથી. મોડું વહેલું પણ મળે. દુનિયામાં મનુષ્યો પણ એવા ઘણા છે, જેને આવો તપ કરવો પડતો હોય. સમ્યગુદર્શન કે સમ્યગદર્શન પામવાની ભાવના વિના આ બધું નકામું છે આથી જ કહેવું પડે છે કે, જો સમ્યગદર્શનરૂપ પાયો મજબૂત હોય તો જ તપ, જ્ઞાન અને ચારિત્ર વગેરે ઉપયોગી થાય. - - સમ્યક્ત્વની ખામીને લીધે, રહીસહી ક્રિયા પણ ઝાંખી પડી જાય છે. પૂજા કરનારા મળે પણ પ્રતિમાની રક્ષા કરનાર ન મળે એનું કારણ શું? આંગી જોવા બે હજાર આવે પણ ધાડ પડે ત્યારે બે જણા ન આવે એનું કારણ શું ? સાધુની આગળ બૅન્ડ વાજાં વાગે ત્યારે બધા આવે, પણ પથરા પડે ત્યારે એકે નહિ એનું કારણ શું ? આવાને દેવગુરુના પૂજનારા મનાય શી રીતે ? આંગી જોવા દોડ્યા આવે અને કોઈ મૂર્તિ ઉપાડી જાય એ જોયા કરે, એવા પૂજા કરનારાઓ ઉપર વિશ્વાસ રખાય કઈ રીતે ? સમ્યગુદર્શનમાં જોઈતી દઢતા આદિ નથી માટે જ આમ બને છે, એમાં કાઈ ઓછી જ શંકા છે ? સમ્યગુદૃષ્ટિ આત્મા ત્યાગથી