________________
૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ
28
વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૭, પોષ સુદ-૧૧, શનિવાર, તા. ૧૧-૧-૧૯૩૦
• સાચા સંબંધીની ખબર ક્યારે પડે ? “ • આજ્ઞાપાલન, એ જ સાચી પૂજા : • અંધશ્રદ્ધાળુ કોણ ? • પૂ. આચાર્યો સામેના આક્ષેપો, એક અધમતા : • જૈન દર્શનમાં કોઈ જીવને મારવાની છૂટ નથી :
સમ્યગુદૃષ્ટિને સમ્યફચારિત્ર ન ગમે ? • ચારિત્રધરને જોઈને હૈયું નાચે છે?
સાચા સંબંધીની ખબર ક્યારે પડે?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘને મેરૂની ઉપમાથી આવે છે. મેરૂ આખા લોકની મધ્યમાં છે, આખા લોકમાં અલંકાર સમો છે અને શાશ્વત છે; એ જ રીતે શ્રીસંઘરૂપ મેરૂ પણ આખા લોકમાં અલંકારરૂપ છે, મધ્યવર્તી છે અને ક્ષેત્ર વિશેષમાં શાશ્વત છે. શ્રી મેરૂની પીઠિકા વજમયી છે, તેમ શ્રીસંઘની પીઠિકા શ્રી સમ્યગદર્શનરૂપ વજની છે, મેરૂશૈલીની પીઠિકા જેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘમેરૂની પીઠિકા પણ તેવી જ છે. તળિયું મજબૂત ન હોય તો એના ઉપરનું કાંઈ નભી શકતું નથી. આથી જ સમ્યગુદર્શન, એ મોક્ષનું પહેલું અંગ છે માટે જ એ શ્રેષ્ઠ વિજય પીઠિકારૂપ છે. એના પર સમ્યગુજ્ઞાન તથા સમ્યક્યારિત્રનો આધાર છે; આત્માની અનંત ઋદ્ધિ એના યોગે પ્રગટ થાય છે; એ ન હોય તો બીજી વસ્તુઓ મોક્ષના સાધનરૂપ બની શકતી નથી.
સમ્યગુદર્શન રૂપ અંગ સડેલું હોય તો બીજી વસ્તુઓથી, એટલે કે, જ્ઞાન, ચારિત્રથી મોક્ષની સાધના થઈ શકતી નથી, માટે જ જો એ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ એ ચાર વિશેષણોથી વિશિષ્ટ હોય તો જ સમ્યગદર્શનરૂપ પીઠિકા મજબૂત બને. એ પીઠિકા મજબૂત ક્યારે બને, એ સમજાય તો જે પ્રકારનું સંઘનું