________________
૧૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
– 12 ચારની હત્યા કરી છે : ગાયની, બ્રાહ્મણની અને ગર્ભવતી સ્ત્રીની - જેમાં બાળક આવી ગયું. આ રીતે ચાર-ચાર હત્યા કરી પણ પોતાની આંખે જ્યારે ગર્ભને તરફડતો જોયો ત્યારે એને આઘાત થયો અને માતાપિતા વિનાનાં બીજાં પણ નિરાધાર બાળકોને જોવાથી તેને ઘણો જ ત્રાસ થયો; એનામાં દયાની ભાવના જાગી અને વૈરાગ્ય થયો. મુનિવર મળ્યા અને તે મુનિવર પાસે દઢપ્રહારીએ શરણ માગ્યું; મુનિવરે પણ તેને યતિધર્મનો ઉપદેશ આપ્યો. પાપભીરુ એવા તેણે તે ધર્મ અંગીકાર પણ કર્યો.
આવા પણ ઘાતક આત્માને તે તારક મુનિવરે “તારા જેવા હિંસકને ન રખાય-એમ ન કહ્યું પણ દીક્ષા આપી. પછી તો કઠોર અભિગ્રહ અંગીકાર કરી, તપ તપી, કેવળજ્ઞાન પામીને શ્રી દૃઢપ્રહારી પણ મુક્તિપદે ગયા. '
શ્રી જૈનશાસન આ છે. જ્યારે આજના ધર્મથી વિમુખ બનેલાઓનું યોગ્યતા જોવાનું માપ જ કોઈ જુદું છે ! માટે એવા અજ્ઞાન અને ધર્મથી વિમુખ થયેલાં આત્માઓની વાતો ઉપર વજન આપી, વસ્તુના રક્ષક બનવાને બદલે ભક્ષકન બની જવાય, એની ખાસ કાળજી રાખવા જેવું છે. સંઘ તરીકે પૂજ્યની કોટિમાં આવનારા પોતામાં શાસ્ત્રાનુસારી ગુણો લાવવાના પ્રયત્નો ન આદરે એ કેમ ચાલે ? પોતાની જાતને તીર્થકરવતું મનાવનારે શ્રી તીર્થંકરદેવને ઓળખવા જોઈએ.
પોતાને જોઈ ઓઘો મૂકી ભાગી જનાર ખેડૂતને પણ બોધ કરવા માટે પોતાના મોટામાં મોટા શિષ્યને મોકલનાર ઉપકારી ભગવાન શ્રી મહાવીરદેવ હતા. એ પરમ તારકના જેવા કહેવરાવવા ઇચ્છનાર શ્રી સંઘમાં ઉપકારની કઈ ભાવના હોય ? એ શ્રીસંઘના ઠરાવ કેવો હોય ? એ શ્રીસંઘની વાતચીત-વિચાર વિગેરે કેવું હોય ? આ તો એક જ વાત કે-“સાધુ, સંઘનું કેમ ન માને ?” પણ એ ગાંડાઓને ખબર નથી-સાધુ પાસે આજ્ઞા મનાવવાની ભાવના શ્રીસંઘને હોય જ નહિ, એટલું જ નહિ પણ એને તો સાધુની આજ્ઞા માનવાની ભાવના હોય.
નગરના ચક્રના, રથના અને કમળના રૂપકમાં તમારું સ્થાન ક્યાં, એ તમે તપાસ્યું ? પોતાનું સ્થાન તપાસો. શ્રીસંઘનું સ્વરૂપ વિચારો. સૂત્રકાર મહર્ષિએ કહેલા શ્રીસંઘના સ્વરૂપને વળગાય, તો તમારું સ્થાન તમને તરત સમજાય. ચાર પ્રકારના સંઘમાં સત્તા ક્યાં મૂકી છે, એ આ બધા રૂપકથી સમજાય તેમ છે. ધર્મ પ્રત્યેની દુર્ભાવનાનું કારણ સાંસારિક લાલસા છે:
નગરનું રૂપક વિચારો ! ઉત્તરગુણરૂપ ભવન, શ્રતરત્નરૂપ લક્ષ્મી, સમ્યગ્દર્શન રૂપ શેરીઓ અને અખંડ ચારિત્રરૂપી કિલ્લો. આ ચારે એકી સાથે ક્યાં હોય ?