SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 412 શાસ્ત્ર કહે છે કે, સમાનતા કરવાની ભાવના થતી હોય, તો અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ત્યાગને સ્વીકારો અને સેવો. એની સેવા કરતાં કરતાં તેવા સ્થળે જવાશે, કે જ્યાં કેવળ સમાનતા જ છે. શાસ્ત્રોને કસવા માટે ગમે તેવી બુદ્ધિ ન ચાલે શ્રી સર્વજ્ઞની પ્રરૂપણાથી સરજાયેલાં શાસ્ત્રોને, એ તારકની આજ્ઞાને . અનુસરનારાથી રચાયેલાં અને ખીલવાયેલાં શાસ્ત્રોને, આજના બુદ્ધિનિધાનોં . પોતાની બુદ્ધિએ કસવા માંગે છે, એ કેમ બને ? સોનાને માટે પણ કસોટીનો પથ્થર જુદો હોય છે જ? બધા પથ્થર પર કાંઈ સોનું કસાય છે ? નહિ જ, તો શાસ્ત્ર સમજવા માટે પણ બુદ્ધિ કોઈ જુદી જ જોઈશે કે નહિ ? આરંભી, હિંસક, પરિગ્રહી, સમારંભી, સ્વેચ્છાચારી અને ભ્રષ્ટાચારીની બુદ્ધિ ત્યાં શું કામ લાગે? આગમરૂપ કંચન કસવાની ના નથી, પણ તે ક્યાં કસાય ? એ કહે, છે કે, “સિદ્ધાંત સાચા તો બૂમરાણ કેમ? મરજી આવે તેમ અને મરજી આવે ત્યાં કસવા દો !” આવાઓને કહેવું પડે છે કે, “કસવાની વાત કબૂલ છે, પણ કસોટીના પથ્થરે કે જે તે પથ્થરે ? સોનાનો વેપારી જે તે પથ્થર પર કરવા પોતાનો માલ આપશે ? નહિ જ, તેમ શ્રી સર્વજ્ઞ પરમાત્માનાં શાસ્ત્રો જોવા શુદ્ધ બુદ્ધિશાળી આત્માઓ જોઈએ. જ્જ સાચા સાધુઓ મઘુરભાષી જ હોય ? ) જેઓ પોતે શુદ્ધ શ્રદ્ધાનથી હિત અને ઉપદેશ પણ અશુદ્ધ જ આપવામાં ઉદ્યત છે, એ આત્માઓની દશા તો ઘણી જ નિંદ્ય છે, સન્માર્ગથી વંચિત રહેલા પોતે, પોતાની ગણના સન્માર્ગસ્થોમાં કરાવવાની ઇચ્છાથી, પોતાના સ્વચ્છંદી વિચાર, વાણી અને વર્તનને સત્ય તરીકે ઓળખાવવા માટે દાત્મિક ઉપદેશો આપવામાં મસ્ત રહે છે. એવા આત્માઓ, ખરેખર, જગતના ઉતાર ગણાતા આત્માઓ છે; એમાં સહજ ય શંકા નથી. દુનિયામાં વસતા યોગ્ય આત્માઓને પછ ઘર્મઘનથી વંચિત રાખવાનું કાવતરું કરનાર એ કાવતરાખોર પાપાત્માઓ, રોમરોમ વિષથી વ્યાપ્ત હોવા છતાં પણ પોતાની રસના ઉયર સાકર રાખીને, થાય તેટલું ભદ્રિક આત્માઓનું અહિત કરે છે. એવા અતિધૂર્ત આત્માઓ-સાયા સજ્જન મહાપુરુષોની પણ નિંદા કરવાનું થાય સફાઈથી કરે છે. રોમ રોમ અમૃતથી ઓતપ્રોત થયેલા યા હિતબુદ્ધિથી જરૂરી કટુતાનો ઉપયોગ, માત્ર વાણીથી જ કરનાર મહર્ષિઓ માટે તેઓ જગતને એવું સમજાવે છે કે, ‘કટુવાણીને ઉચ્ચારનારાઓમાં સાધુપણું જ કેમ હોય ? સાઘુઓ તો મીઠાબોલા હોય !”
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy