________________
1)
પ૨૦
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ સુવર્ણસિદ્ધિ લેવા એટલા આતુર બની ગયા હતા કે, આનંદઘનજી જે વખતે લઘુ શંકા કરતા હતા, તે વખતે તે લેવા ગયા હતા. આવી આવી વાતો કરતાં આપણને શરમ આવે છે, પણ આવી બનાવટી વાતો લખતાં એ પાપાત્માઓ અચકાતા નથી.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના આટલા વિરોધનું કારણ ખુલ્લું છે કે, એ તારકના બધા ગ્રંથો એમના વિચારો પર છીણી મૂકનારા છે. એ તારકના બધા ગ્રંથોમાંથી એક અક્ષર પણ એ લોકોને પોષણ આપનારો મળતાં નથી, એટલે પોતાના મતમાં મળે તેવી બનાવટી વાતો ઊભી કરી, એક વ્યક્તિના નામે આવા મહાપુરુષને ઉતારી પડાય તો ફાવટ થાય, એ માટે એવો પ્રયત્ન છે.
તમે હજી આ શાસનના ચોકઠાઓથી અજાણ છો, એમને પારખી શક્યા નથી, એમને ઓળખવાની જરૂર છે. શાહુકાર પાસે તો જ જઈ શકશો, જો તમારી આસપાસ ફરતા ચોકઠાથી બચશો. દુનિયામાં જીવનારે રક્ષક-ભક્ષક - બેયને ઓળખવા પડશે. ભક્ષકને તો પોતાના બચાવ માટે ઓળખવાનો છે; એને શરણે જવા માટે નહિ ! પાયામાં હાડકાં હોય તો તેને કાઢવાં જ પડે!
સમ્યક્ત્વરૂપી પીઠિકાનું આ મંડાણ થાય, તો જ શ્રીસંઘ એ મેરૂ જેવો ગણાય. શાસ્ત્રકારે શ્રીસંઘને સાત ઉપમા આપી અને હવે મેરૂની ઉપમા આપે છે. શાસ્ત્રકારે શ્રીસંઘના કંઈ ઓછા ગુણ નથી ગાયા ! શ્રીસંઘ મેરૂ જેવો ક્યારે? પીઠિકા મજબૂત થાય તો ! જેટલું મોટું મકાન બાંધવું હોય એટલો પાયો ઊંડો જોઈએ. પાયો ખોદ્યા પછી પુરાય. કોઈ પૂછે કે, “ખોદીને પૂરવો તો ખોદવો શા માટે ?' એમ પૂછનારને કહેવું પડે કે, “આ જમીન તો પોલી છે, એકલી માટી એમાં છે; એના પર મારા મહેલનો બોજો ન ટકે. પોલાણ પૂરવા માટે ખોદવું પડે અને એકલી માટી તથા કચરો બહાર કાઢી, સરખું બનાવી, પથ્થર પૂરવા પડે કે જેથી પછી પાયો હાલે નહિ.” પાંચ હાથ લાંબા-પહોળા મકાન માટે તેના પ્રમાણમાં લાંબો-પહોળો પાયો પણ જોઈએ ને ? હા, તો કહેવાતા શ્રીસંઘનો પાયો મજબૂત છે કે નહિ, એમ તપાસીને ઠીક કરવા માટે જો હું જમીન ખોદું તો હરકત છે ? જૈનસમાજ રૂપી જમીનને ખોદી એમાંથી કચરો બહાર કાઢવામાં કાંઈ વાંધો છે ? વાસ્તુશાસ્ત્ર ભણ્યા છો ? જાણવા માટે છે મજેનું પણ તમારા માટે તો એ દશા પણ રહી નથી. એમાં જણાવે છે કે, પાયામાં હાડકું રહે તો એમાં રહેનાર સુખી ન થાય; હાડકું બહાર કાઢવું જ