________________
521
--
- ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39
-
૫૨૧
જોઈએ. અહીં પણ આપણે હાડકાં બહાર ફેંકવાં પડશે ને ? આપણે જે પહાડ રચવો છે, તે જેવો તેવો નથી. ત્યાં તો દેવતા રમવા આવે, શ્રી જિનેશ્વરદેવ પણ
જ્યાં મુગટરૂપ બને, પણ વજરત્નમય પીઠ બને તો એ બને. તમારા ઘરના પાયામાં તો ઇંટાળા પણ ચાલે, અહીં ન ચાલે.
આ ખોદકામ ચાલે છે, ત્યાં કોદાળાનો ઉપયોગ થાય ને ? લાકડું એમાં ખોલ્યું, પછી બેય બાજુ અણી છે એટલે બેય બાજુથી ઘા કરાય. માલિકમાં શક્તિ ન હોય તો દહાડિયા (મજૂર) બોલાવવા પડે. કોદાળીના ઉપયોગમાં બૂમરાણ પણ થાય, અવાજ પણ થાય, કોઈ ખરાબ ચીજથી કોદાળી ભટકાય તો વખતે બુઠ્ઠી પણ બને તો બીજીથી કામ ચલાવાય, બુઠ્ઠી બને એને ફરી તીક્ષ્ણ બનાવાય, પણ કામ છોડાય નહિ. એકલી વજરત્નમય પીઠિકા ગોઠવાય પછી આપણે નિર્ભય. એમને સમ્યગ્દર્શનનો અંકુશ ખટકે છે કેમ ?
વજમય પીઠ એ સમ્યગ્દર્શન છે. પણ આજની સદીના ઉલ્લંઠોને સમ્યગ્દર્શન સાથે જ વેર છે. એ ઉલ્લેઠો જ્ઞાન-ચારિત્ર માટે કંઈ નહિ બોલે, પણ સમ્યગ્દર્શનની જ નિંદા કરશે ! કારણ કે, એમની જાત પર સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન-ચારિત્ર જેટલો અંકુશ નથી મૂકતા, એટલો શ્રી સમ્યગ્દર્શન અંકુશ મૂકે છે, એમ એ કહે છે અને એ વાત પણ ખરી છે. - સભા : પઢ ના તો ય કહે છે ને ?
એ સંબંધી ઘણું કહેવાય છે. વારુ ! નિશાળમાં મોકલતાં બાળકને પ્રથમ કયું જ્ઞાન જોઈએ ? નિશાળે જઈએ તો વિદ્વાન થવાય એ જ ને ? કોઈ કહે કે, “એકડો ત આવડતો નથી એવા ડફોળને નિશાળે ક્યાં મોકલ્યો ?” તો એ ચાલે ? અને કહેવું પડે કે, નથી આવડતું માટે તો મોકલ્યો અને એકડો નથી આવતો માટે તો એને એકડિયામાં બેસાડ્યો. નિશાળે જવામાં બાળકને એટલા જ જ્ઞાનની જરૂર કે, ત્યાં જવાથી સારા થવાય. એવે સ્થળે પઢમં ના" એ રીતે, સમજ્યા!
જૈનનું બાળક કીડી પર પગ આવે તો “ઓ બાપ ! પાપ !' એ પઢમં નાણું. એના યોગે એ બાળક જંતુ પર પગ ન મૂકે.
દેરાસરનું પતાસું બાળક હાથમાં ન લે, લે તો મા “પાપ !” કહે કે પાછું મૂકી દિ, એ પઢમં ના.
ભગવાનને કે સાધુને હાથ જોડીને “જે જે કહે, એ પઢમં ના . એ લોકો કહે છે કે, “ગીતાર્થ જ દીક્ષા લે.” શાસ્ત્ર કહે છે કે, દીક્ષા લીધા વિના ગીતાર્થ ન થવાય.