________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
સમ્યગ્દર્શન એ લોકોને ભાલાની જેમ ખટકે છે, કેમ કે, એ તો ફાવે તેમ વર્તવાની અને ગમે તેમ બોલવાની પણ ના પાડે છે, ખોટાને સારું માનવાની ના પાડે છે, ઇચ્છા મુજબ ચાલવાની ના પાડે છે. સમ્યગ્દર્શન એટલે સંસાર ખોટો અને મોક્ષ સાચો એ માન્યતા. મોક્ષમાર્ગના સ્થાપક તે દેવ, મોક્ષમાર્ગના બતાવનાર તે ગુરુ અને જેનાથી એ માર્ગની સાધના થાય તે ધર્મ ! વળી તમારા ઘરની ચિંતા કરે તે ગુરુ નહિ પણ ગોર. આ વાત હું જ કહું છું એમ નથી, પણ છુપી રીતે યુવક સંઘનું નેતૃપદ ધરાવતા પણ એવું લખી ગયા છે. કોઈના ગ્રંથના ભાષાંતરમાં એ લખ્યા વિના ચાલે ?
૫૨૨
522
ગુરુ લોકચિંતા, ગૃહસ્થના ઘરની ચિંતા કરે ? સંઘને નભાવવા માટે ગુરુ પાપક્રિયાનો ઉપદેશ દે તો એને ગુરુ માનો ? ન માનો ને ? શાથી ન માનો ? એ એનો આચાર નથી. એ આચાર મૂકે પછી મહાવ્રત એકે ન રહે. પરિણામે પાંચે
મહાવ્રત જાય.
દેવ, ગુરુ અને ધર્મ !
ગૃહસ્થનું ઘર, એનો વ્યવહાર એવો છે કે, એના અનુમોદનમાં પાંચે મહાવ્રતોનો ભંગ થાય છે. ગૃહસ્થના આચારમાં, વ્યવહારમાં, સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ અને સર્વથા પરિગ્રહ વિરમણ છે ? નથી જ. એ પાંચે વિરમણોનો ત્યાં અભાવ છે. એ તો એનો પ્રતિપક્ષ છે. પાંચેય મહાવ્રતને, સ્વીકારનાર એનું અનુમોદન કરે કઈ રીતે ? બધે હાજી કરનારા તો દહીંદૂધિયા છે, એ તો શાસનના ભયંકર દુશ્મનો છે. અહીં પણ ઠીક અને ત્યાં પણ ઠીક, એમ કહેનાર કેવા કહેવાય ? એવાને સમ્યગ્દષ્ટિ કહેવા કે મિથ્યાદૃષ્ટિ ? સાધુપણું સારું કે ગૃહસ્થપણું સારું ? બેયને સારું માનનારા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદ્દષ્ટિ ? ગૃહસ્થપણામાં રહેનારા પણ સમ્યગ્દષ્ટિ નથી ? ઘણા છે, પરંતુ ગૃહસ્થપણામાં રહેવું સારું માનનારા એ સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદ્રષ્ટિ છે. એટલા જ માટે ગૃહસ્થપણું હેય છે અને સાધુપણું ઉપાદેય છે, એ ગોખો !
સમ્યગ્દર્શનની ઝીણી વ્યાખ્યા, ઊંડી વ્યાખ્યા કદાચ તમે ન સમજી શકે, સાત પ્રકૃતિ ન જાણી શકો, એના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમના સ્વરૂપને ન જાણી શકો, પણ આ કહ્યું તે તો જાણી શકો ને ? જૈન કુળમાં જન્મેલા સાધુપણું અને ગૃહસ્થપણું, એ બેયને કદી પણ ઠીક ન કહે, જો કહે તો સમ્યક્ત્વ હોય તોયે વમી જાય, દૂર જાય અને જે એનો ઉપદેશ કરે તે દુર્લભબોધિ થાય. સાધુના વેષમાં હોય તો એ પોતાની સાધુતા ગુમાવે અને ઉત્સૂત્રભાષકની