________________
523 – – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 - ૫૨૩ કોટિમાં જાય તથા પરિણામે એ દુર્લભબોધિપણું ઉપાર્જ. પ્રાપ્ત થયેલ બોધિને ગુમાવી દુર્લભબોધિપણું એ ખરીદે. જેને દુર્લભબોધિપણું ખરીદવું હોય તે જ એવો ઉપદેશ આપે. તમે પણ એમ માનો તો સમ્યકત્વ જાય અને એમ બોલવા માંડો તો દુર્લભબોધિ થાઓ !
મોક્ષમાર્ગને બદલે સંસારમાર્ગ સ્થાપે તે કુદેવ, મોક્ષમાર્ગને બદલે સંસારમાર્ગ ઉપદેશે તે કુગુરુ અને જેનાથી સંસાર વધે તે કુધર્મ.” આટલું યાદ ન રહે? | સીધી, સાદી અને સહેલી, બાલભાષામાં કહું છું કે, દેવ મોક્ષમાર્ગના સ્થાપક, ગુરુ મોક્ષમાર્ગને જ કહેનાર અને ધર્મ તે મોક્ષમાર્ગની જ સાધના કરાવનાર. આવું સમ્યગ્દર્શન તે શ્રીસંઘરૂપી મેરૂની વજરત્નમય પીઠ છે. એને પોલી કરનાર શંકા-કાંક્ષાદિ ન જોઈએ.
“દેવ જરાક સંસારમાર્ગ સ્થાપે તો વાંધો શો ? ગુરુ જરા સંસારની વાત ન કરે તો ગૃહસ્થપણું નભે કેમ? ન નભે તો ગુરુ ખાય શું? એમને રોટલા કોણ કરાવી આપે ? એમને કપડાં કોણ આપે ? આવા વિચાર સમ્યગુદૃષ્ટિથી થાય ? ન જ થાય.
સભાઃ એ લોકો કહે છે કે, “અમારાં ઘર ભાંગે છે.” . અહીં જે આવ્યો તે કોઈ ઘર ભાંગીને આવ્યો ? ઊલટું હતું તે તજીને, સામાને સોંપીને આવે છે. વારુ ! ગૃહસ્થપણું સારું નથી, મૂકવા જેવું છે, પાપ . રૂપે જ છે, એમ કહ્યા વિના આ સાધુપણું સારું સાબિત શી રીતે થાય ? - સંસારની અસારતા ફરમાવ્યા વિના કોઈ શ્રી જિનેશ્વરદેવે દેશના શરૂ ન કરી. સંસારને સારો માનવો અને ધર્મ સેવવો, સંસાર સારો મનાવવો અને ધર્મ સેવરાવવો, એ કેમ બને ? સંસારની અસારતા શાશ્વત કાળથી પોકારાય છે. જેમ અનંતા શ્રી તીર્થંકરદેવો સંસારની અસારતા કહી ગયા તોય સંસાર જીવતો રહ્યો, સંખ્યાબંધ શ્રી તીર્થંકરદેવો વર્તમાનમાં (વીસ મહાવિદેહમાં) કહે છે, તોય સંસાર જીવે છે અને ભવિષ્યમાં અનંતા શ્રી તીર્થંકરદેવો કહેવાના છે તોયે સંસાર રહેવાનો છે. પણ જો ન કહ્યું હોત તો જે મોક્ષે ગયા છે તે પણ ન ગયા • હોત. એમને મોક્ષે જતા બંધ કરવા છે ?
એમણે તો સંસારની અસારતાનો ઉપદેશ કર્યો. ભાગ્યવાન નીકળ્યા અને ભાગ્યવાન નીકળે છે. હવે એમને ન જવા દેવાં હોય તો આક્રમણ લાવો ! નથી જવા દેવા ? નથી જવા દેવા ? એમ તો કહેવાય જ નહિ, ત્યારે સંસારને ખોટો