________________
૫૨૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
કહ્યા વિના મોક્ષ સારો એની ખાતરી શી ? જો બેય સારા તો ત્યાં જવાનું કારણ શું ? ‘તમે અહીં કેમ નથી આવતા ?' એમ હું પૂછું તો તમે શું કહો ?
સભાઃ અશક્તિથી તથા આસક્તિથી.
524
1
સંસારને સારો નથી માનતા માટે આસક્તિ, અશક્તિ કબૂલો છો ને ! તમે સાધુને હાથ કેમ જોડો છો ? સંસાર ખોટો સમજો છો માટે ! સંસારથી ભાગવાથી જ મુક્તિ મળે એમ માનો છો ! તેને માટે અજ્ઞાન હેય છે, ખોટું છે, એમ ન કહેવાય તો ભણવા કોણ જાય ? અંધકાર ન જોઈએ એવું કહ્યા વિના પ્રકાશ માટે બટન કોણ દાબે ? છોકરાં કાંઈ ગાંડા નથી કે માસ્તરના માર ખાય, પણ સમજે છે કે બાપાજી કહે છે કે ભણીએ નહિ તો ભીખ માંગીએ, બેવકૂફ રહીએ. છોકરો માસ્તર મારે છે એવી ફરિયાદ કરે તોય પ્રાયઃ બાપ ન સાંભળે. આજની. વાત જુદી છે. અયોગ્ય ચીજને ઓળખાવ્યા વિના યોગ્ય ચીજ બતાવાય કઈ રીતે ? વાસણના કાટને ખરાબ માને તો બાઈઓ આંબલી, ઈંટાળો અને કૂચો લઈને બેસે અને પૂરતા જોરથી ઘસે, ખરુંને ! ઘઉંના આટા વિના રસોઈ ન જ થાય અને જાણે તો દળે, બાકી આખા ઘઉંથી ચાલતું હોય તો ?
પોતાના અંતરમાં સંસાર પણ જીવે, પોતાના જીવનમાં અઢાર પાપસ્થાનક પણ જીવે અને મુનિપણું આવે ? મુનિપણું તમારામાં લાવવા માટે તો મારે તમારી જીવનદશામાં ફરતાં અઢારે પાપસ્થાનકનો ભાંગીને ભુક્કો કરવો પડે, એ વિના છૂટકો જ નથી. તમારું ખોટું કહ્યા વિના સધાતું હોય તો તેમ પણ કરીએ, પણ સધાય શી રીતે ?
દરજી પણ પહેલો કાતર મૂકે, તાકો ફાડે, પછી સોય-દોરાથી સાંધે. કાતર ન મૂકવા દો તો કપડાં ન થાય. સોનાના ઘાટ ઘણાય ઘડાય પણ લગડી તો કાપવી પડેને ! લગડીને કાપો તો આંગળી, કાન, નાક, ગળાના તમામ ઘાટ બને, પણ સોનાની પાટ બગલામાં લઈને ફરો તો ? એકલી પાટ લઈને ફરે કોણ ? મજૂરના માથે હજા૨ની થેલી હોય માટે હજા૨પતિ કહેવાય ? ઠીક, સંસારના સ્વરૂપને ખોટું કહ્યા વિના ઓઘો અપાય કોને ? જો એમ ને એમ અપાય તો લો ! થાઓ ઊભા ! પણ હજી તમારા હૃદયમાંથી સંસાર ભાંગ્યો નથી, એટલે હું કહું તો પણ ઊભા થાઓ શી રીતે ? માટે તો હથોડીથી મહેનત કરવી પડેને ? પણ મહેનત કરવા તમારા ઘેર નહિ આવું. અહીં બેઠાં બેઠાં કરીશ.
જેનો સંસા૨ ભાંગશે તેને ઓઘો આપીશ. અમે તો વિષયકષાયરૂપ સંસાર ભાંગતા આવ્યા છીએ, ભાંગીએ છીએ અને ભાંગવાના ! મોખ હોય તો અહીં આવે, ન રૂચે તે ન આવે. રૂચે તેવા થોડા આવે તોય આનંદ. મોટા સમુદાયથી