________________
૫૨૫
કંઈ અમારી આબરૂ વધતી નથી. થોડા પણ આવનાર વિષયકષાય રૂપ સંસાર ખોટો માને અને આ સારું એમ માને તો અમારી શોભા !
525
૩૯ : આજની વજૂદ વિનાની વાતો
- 39
તમે બૅન્ડ બજાવી, સામૈયાં કરી લાવો એની સાર્થકતા ત્યારે જ ગણાય. તમે સંસારમાં રસ માનતા રહો, એમાં તો અમારી અપકીર્તિ છે, તમારાં ત્રણ ખમાસમણ લઈએ, ઇચ્છકાર ‘અબ્ભટ્ટીએ, લઈએ, અને તમને સંસાર ખોટો ન ઠસાવીએ તો અમે સાધુ શાના ?
બૅન્ડ વાગે ત્યારે લોકો કહે શું ? ‘આ ત્યાગી છે, દુનિયાની કોઈ ચીજ એમને ખેંચતી નથી, સંસારને ખોટો માનીને ચાલી નીકળ્યા છે, આમ માનીને બધા હાથ જોડે. હવે એ છતાં એ જ આવીને સંસારને મજેનો કહે, એના જેવો બીજો અધમ કોણ ? તમે અમને બૅન્ડ વગડાવી લાવ્યા તો તમારાં બૅન્ડ વાગતાં તમને આ સંસારમાંથી કાઢું ત્યારે એની સાર્થકતા. એ સ્થિતિ ન કેળવો તો તમારા માથે મોટું કલંક છે. આ બધી વાત ખાનગી નથી ચાલતી. બધું પાટ ૫૨ જ કહું છું. ખોટી ચીજ મૂકવાનું કહેવું અને સારી ચીજ લેવાનું કહેવું ત્યાં ખૂણો હોય ? સામે તોફાની અને હલકા માણસો હોય, સાચા અને સારા સામે કરડા હોય, ત્યાં ખૂણો પણ કરવો પડે !
વેષ વિડંબક અને શાસનદ્રોહી .
વિષયકષાય રૂપ સંસારને ખરાબ માન્યા વિના ચાલે એવું કહેનારા મિથ્યાદષ્ટિ છે. જૈન સાધુના વેષમાં એ હોય તો વેષવિડંબક છે અને શાસનદ્રોહી છે અને એવું કહેનાર શ્રાવક, શ્રાવક નથી. સમ્યગ્દર્શન એટલે સંસારને ખોટો •અને મોક્ષને સાચો માનવો તો મોક્ષમાર્ગના સ્થાપક તે દેવ, વિષયકષાય રૂપ સંસારનું ઉત્થાપન કરી ધર્મતીર્થને સ્થાપ્યું તે દેવ, અને એનું સમર્થન કરે અને સંસારનું ૨ોજ ખંડન કરે તે ગુરુ, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ વિષયકષાય રૂપ સંસારનો ભાંગીને ભુક્કો કરવાનો જ પ્રયત્ન કરે તે ગુરુ તથા વિષયકષાય રૂપ સંસારને તોડી મોક્ષમાર્ગે પ્રયાણ કરાવે તે ધર્મ. એવા સંસારથી ભાગે તે પુણ્યાત્મા, ધર્મી. એમાં આસક્ત રહે તે પાપી અને વળી સારો માને-મનાવે એની અધમતાની તો વાત જ શી કરવી ? એવો કોણ મા-જાયો પાક્યો છે કે, આ કથનનું ખંડન કરે ? કહેવું જ જોઈશે કે, આ સત્યનું ખંડન કરવાની કોઈનામાં તાકાત નથી, માટે જ આવી સાચી માન્યતામાં શંકાદિ દોષો ઘૂસવા ન દેવા જોઈએ. એમાંના શંકાદોષ ઉ૫૨ આ૫ણે વિચાર કરી આવ્યા છીએ અને બાકીના કાંક્ષાદિ દોષો માટે હવે પછી.