________________
૪૦: દીક્ષા અને સંઘની જવાબદારી ! વીર સં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૧, પોષ વદ-૯ ગુરુવાર, તા. ૨૩-૧-૧૯૩૦
40
• સુખ-દુઃખદાતા ઈશ્વર છે ? • તીવ્ર સંસારરસિકતા :
સાચી શાંતિ તૃપ્તિ અને વિશ્રાંતિ :
આજના સંઘયણના નામે વિલાસોના બચાવ ન કરાય : ૦ આત્મગુણ જરૂરી છે શરીરગુણ જરૂરી ?
શું આ સ્વતંત્રતા છે ? • કૂતરાનો સ્વભાવ :
વિચારક બનો ! ચેતના પ્રગટાવો ! બાપ રે ! સંસારમાં કેમ રહેવાય !
ઉપદેશ શાનો અપાય ? • તરણતારણ જહાજ !
જાહેરમાં દીક્ષા ? • દીક્ષિતની પત્ની એ શ્રાવક સંઘની માતા ! • દીક્ષા સમયે કોણ કેવી રીતે તોફાન કરે છે ? "
સુખ-દુખદાતા ઈશ્વર છે?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની સાત ઉપમાઓથી સ્તુતિ કરી આઠમા રૂપકમાં તેની મેરૂ સાથે સરખામણી કરે છે. મેરૂ જેમ શાશ્વત છે, વિશ્વની મધ્યમાં રહ્યો છે અને અતિશય સુંદર છે, બધી મર્યાદાને કરનાર છે, એ રીતે શ્રી જિનેશ્વરદેવનો સંઘ પણ શાશ્વત છે, અતિશય સુંદર છે અને દરેક મર્યાદાને કરનાર છે. જમ મેરૂની પીઠિકા વજરત્નની છે, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમાં શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગદર્શન રૂપ વજમયી પીઠિકા પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. શ્રીસંઘરૂપ મેરૂની પીઠને સ્થાને સમ્યગ્દર્શન છે, કેમ કે, મોક્ષનું મુખ્ય અંગ છે. એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. જો એમાં કુમતવાસના રૂપી પાણી પેસે તો એ પહાડ ચળવિચળ થાય. સમ્યગુદર્શન રૂપ પીઠને પોલી કરનાર પાંચ દોષો છે, જેમાં શંકા પ્રથમ દોષ છે.