________________
519 – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 – ૧૧૯ ધર્મગર કે શાસ્ત્ર કુપાત્ર ઉપર ઉપકાર ન કરી શકે ? * કહો, આવાનું શું થાય? આવા લોકો શાસ્ત્રને શાસ્ત્રબુદ્ધિએ વાંચે છે, એમ માનતા જ નહિ ! એમની સાધના માટે જો કાંઈક મળે તો ઠીક, એ હેતુથી જ વાંચે છે. એવાં કુપાત્રોને શાસ્ત્ર ઉપકાર ન કરે, એમાં આશ્ચર્ય શું? ધર્મગુરુઓ પણ એવાઓ ઉપર અસર ન કરી શકે, એમાં શું નવાઈ છે ? શ્રી સર્વજ્ઞા પરમાત્માના પરિચયમાં રહેલા, શ્રી સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી પ્રતિબોધ પામેલા અને શ્રી સર્વજ્ઞ પરમાત્માના હાથે દીક્ષિત થયેલાઓ પણ પાપોદયે નિર્નવ બને, નવા વેષ વિદુર્વે, કુમતો સ્થાપે, તેમાં શ્રી જિનેશ્વરદેવની ખામી હતી એમ કેમ જ કહેવાય? પણ આજના એ લોકો તો એમની નાલાયકાતનો આરોપ ગુરુ પર કરે છે.
એ લોકો કહે છે કે, “જે ધર્મગુરુ બધાને દોરી ન શકે તે ધર્મગુરુ નથી.” એવાઓને પૂછો કે, “જે શિક્ષકના બધા વિદ્યાર્થી પાસ ન થાય તે શિક્ષક નથી એમ કહેવાય ખરું કે ” ભણનારમાં પણ યોગ્યતા, આવડત કે મહેનત જોઈએ કે નહિ ? એના વિના શિક્ષક શું કરે ? જૈનશાસનમાં તો બધા માટે એકસરખી વાત છે. માનનારા જુદું માને ત્યાં શાસન કે ધર્મગુરુ શું કરે ? દીક્ષાની વાત તો ઘણા સાંભળે છે પણ લે છે કેટલા ? અઢારે પાપસ્થાનક ઘણા સાંભળે છે પણ તજે છે કેટલા ? તમે ન તજો માટે એ પાપસ્થાનકના સ્વરૂપને કહેવાની શાસ્ત્રમાં શક્તિ નથી એમ કહેવાય ? એમ કહેવાની વૃત્તિમાંથી કુશંકાઓ થાય છે ! - પાપ છૂટતું નથી. પણ પાપ માનો ત્યાં સુધી તો ઠીક, પરંતુ પાપ છોડવું નથી એ ભાવના થાય તો? એ ભાવના આવે એટલે આમાં (શાસ્ત્રમાં) લાખ શંકા થાય. બધે જ પાપ એ કેમ બને ? પાપ વિના કેમ ચાલે ? આ રીતે કામ ચાલે ?”
કોઈએ હેતુ અને અનુબંધ હિંસાને સ્વરૂપ હિંસામાં ઘુસાડવા માંડી પણ ઘૂસી - ન. શકી, કોઈએ કાનમાં કહ્યું કે ન ઘૂસે, એટલે કહે કે, “જૈનશાસન તો આનંદઘનજીની સાથે ગયું. આજે તો ગીતાર્થ નથી પણ ઘેટાર્થ થયા છે. કેવી પૉલિસી છે ?
સભાઃ આનંદઘનજી તો પંચાંગી માનવાનું કહે છે ?
અરે ! પણ એ એમને ક્યાં માનવું છે ? બનાવટી વાતો ઊભી કરતાં પણ એ લોકો અચકાય એવા નથી, અને પોતાની મહત્તા વધારવા એ લોકોએ શ્રી ઉપાધ્યાયજી મહારાજાની મશ્કરી પણ કરી છે ! એ મહાપુરુષની મશ્કરી કરતાં લખે છે કે, “યશોવિજયજી, આનંદઘનજી જેટલા પરિણત નહોતા અને